Jamnagar Accident: જામનગરના કાલાવડ (Kalavad) હાઈવે પર સ્કૂલ બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી જતાં તેમાં સવાર 15 જેટલા મજૂરોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાંથી 6 જેટલા મજૂરોની હાલત ગંભીર જણાતા તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જગા ગામ નજીક ટ્રેક્ટર સાઇડમાં ઉભુ હતું ત્યારે એક સ્કૂલ બસે ટ્રેક્ટરને ટક્કર મારી હતી. જેના કારણે ટ્રક્ટરની રોડની બાજુમાં ઉતરી ગયું હતું અને ટ્રોલી પલટી મારી ગઇ હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે ટ્રેક્ટરમાં કેટલાક મજૂરો હતા. જેમાંથી 15 જેટલા મજૂરોને ઇજા પહોંચી હતી.
ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 6 જેટલા મજૂરોની હાલત ગંભીર જણાતા 108 થકી તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં રિફર કરવમાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના રાજગઢ ગામના મજૂરો ખેત મજૂરીના કામ અર્થે જામનગર આવ્યા હતા. અને ખેત મજૂરીના કામ અર્થે જઇ રહ્યાં હતા એ સમયે અકસ્માત થતાં ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઇજાગ્રસ્તના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
