Indian Citizenship: CAA લાગૂ થયા બાદ રાજ્ય સરકારનું મોટું પગલું, પાકિસ્તાનથી આવેલા 18 શરણાર્થીને આપવામાં આવી ભારતની નાગરિકતા

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 16 Mar 2024 10:15 PM (IST)Updated: Sat, 16 Mar 2024 10:39 PM (IST)
in-a-major-step-by-the-state-government-after-the-implementation-of-caa-18-refugees-from-pakistan-were-granted-indian-citizenship

Indian Citizenship: ભારતમાં નાગરિકતા સુધારા કાયદો (CAA) અમલી બન્યો ત્યારબાદ સૌ પ્રથમ વખત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદમાં વસવાટ કરી રહેલા પાકિસ્તાનથી આવેલા 18 નાગરિકોને ભારતની નાગરિકતા આપી હતી.

આ 18 વ્યક્તિ પાકિસ્તાનથી શરણાર્થી બનીને ગુજરાતમાં આવી વસવાટ કરતાં હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ હળવી શૈલીમાં કહ્યું હતું કે હવે તમે ભારતીય છો. કેન્દ્ર સરકાર દ્વારા પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનમાંથી લઘુમતી સમુદાય એટલે કે હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ, ખ્રીસ્તી વગેરે કે જેઓ ધાર્મિક ઉત્પિડનનો ભોગ બની રહ્યા છે તેમને ભારતની નાગરિકતા આપવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે .

વર્ષ 2016 તથા વર્ષ 2018માં ગેઝેટમાં અધિસૂચના જાહેર કરી આ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 1167 જેટલા નાગરિકોને ભારતની નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે.

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પાકિસ્તાનથી આવેલ આ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અદાવાદ જિલ્લાના કલેક્ટર પ્રવીણા ડી કે, સાંસદ હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.