Heavy Rain In Saurashtra: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ, સુત્રાપાડામાં 4 ઇંચ, વેરાવળમાં 4 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ, જૂનાગઢ-ઉપલેટામાં 1-1 ઇંચ વરસાદ, જુઓ વીડિયો

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 12 Jun 2023 06:01 PM (IST)Updated: Mon, 12 Jun 2023 08:52 PM (IST)
heavy-rains-started-in-saurashtra-4-inches-in-sutrapada-4-inches-in-veraval-2-inches-in-mangarol-1-1-inch-in-junagadh-upaleta-see-pictures

Heavy Rain In Saurashtra Today: બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યો છે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ સાથે ભારે પવન પણ ફૂકતા ક્યાંક ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારે આજે બપોર બાદ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી રાજકોટ પોરબંદર સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રમાં ચારથી અડધા ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં અને સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ પોરબંદર જિલ્લામાં પડ્યો હોવાનું સામે આવ્યું છે.

બપોરે ચાર વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં ચાર ઇંચ. વેરાવળમાં પોણા ચાર, માળિયા હાટીના - માંગરોળમાં બે, કેશોદ-મેંદરડા -તાલાલામાં સવા, વંથલી, જૂનાગઢ અને ઉપલેટામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે અમરેલી જિલ્લાન ખાભામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

પોરબંદર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યો છે.