Vikram Thakor News: થોડાક દિવસ પહેલાં ગુજરાત વિધાનસભામાં ડાયરાના કલાકારોને બોલાવાતા વિવાદ થયો હતો. ગુજરાત વિધાનસભાની કામગીરી નિહાળવા વિક્રમ ઠાકોરને આમંત્રિત ના કરાતા તેમણે વિરોધ કર્યો હતો. આ પછી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક બીજા પર નિવેદન પણ કર્યા હતા. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં કાર્યવાહી નિહાળવા ગુજરાતી ફિલ્મના કલાકારોને બોલાવ્યા હતાં. જેમાં વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ હતું પણ, તેઓ આવ્યા નહોતા. આ પછી રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, મારી વિનંતી છે કે, છેલ્લા દિવસે વિક્રમભાઈ વિધાનસભામાં આવે અને કાર્યવાહી જોશે તો મને આનંદ થશે.
રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાત વિધાનસભામાં ફિલ્મ કલાકારોને મેસેજ અને ફોન કરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ અહીં વિધાસભામાં લોકશાહીની આખી પ્રકિયા સમજીને ગયા છે. વિક્રમભાઈને મારી વિનંતી છે કે, આ પ્રકારનો વિષય લોકશાહીની પદ્ધતિમાં આખી જે પ્રકિયા છે રાજ્ય અને વહિવટ ચલાવવાની જે પ્રક્રિયા છે તે માટે આ બજેટ સત્ર અતિ મહત્ત્વનું છે. આ સત્રમાં તેમણે હાજરી આપી હોત તો, મને ખૂબ આનંદ થાત. હજુ પણ આજનો દિવસ છે મારી વિનંતી છે કે, તમે આવો અને અધ્યક્ષશ્રીને મળીને પ્રેક્ષક તરીકે છેલ્લા દિવસની આખી કાર્યવાહી જોશે તો મને આનંદ થશે.
