OPEN IN APP

મહીસાગરમાં બેકાબુ કાર ખાડામાં ખાબકી, બેના મોત; 5 ઈજાગ્રસ્ત

જસ્થાનથી સુરત જઈ રહેલા પરિવારની કાર ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે

By: Sanket Parekh   |   Fri 26 May 2023 10:33 PM (IST)
mahisagar-news-2-killd-and-5-injured-in-car-accident-137029

લુણાવાડા.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાનથી સુરત જઈ રહેલા પરિવારની કાર ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 5 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજસ્થાનનો કુમાવત પરિવાર ઈકો કારમાં હાલોલ-શામળાજી હાઈવે પરથી સુરત તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ખાનપુર તાલુકાના વડગામ નજીકથી તેમની કાર પસાર થઈ રહી હતી, ત્યારે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર પલટી ખાઈને રોડની સાઈડમાં રહેલા ખાડામાં ખાબકી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સ્થાનિકો દ્વારા આ અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને ઈમરજન્સી 108 સર્વિસ દ્વારા લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે જણાની હાલત ગંભીર જણાતા તેઓને ગોધરા રિફર કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં મૃતકોની ઓળખ રમેશચંદ્ર કુમાવત (63) અને સંગીતાબેન કુમાવત (35) તરીકે થઈ છે, જેઓ બન્ને રાજસ્થાનના ભીલવાડાના હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ખસેડીની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.