Gandhinagar: સેક્ટર 26માં ટ્રેનની અડફેટે યુવતીનું મોત, દવા લેવા જવાનું કહીને નીકળેલી કેડી હોસ્પિટલની નર્સ કાળનો કોળિયો બની

મૃતક યુવતી મૂળ સૂઈ ભરડવા ગામની વતની હતી, તેના પતિ પણ BMS ડોક્ટર હતા. પતિને દવા લેવા જવાનું કહીને નીકળેલી પત્ની ફોન રિસિવ નહતી કરતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Feb 2026 07:21 PM (IST)Updated: Tue, 24 Feb 2026 07:21 PM (IST)
woman-dies-after-being-hit-by-train-near-sector-26-overbridge-in-gandhinagar

Gandhinagar: ગાંધીનગર સ્થિત સેક્ટર 26 ઑવર બ્રિજ નીચેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે એક યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે.

પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ ઘટના સ્થળે દોડ્યા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજ ગાંધીનગરના સેક્ટર 26 ઑવરબ્રિજ નીચેથી પસાર થતાં રેલવે ટ્રેક પર એક યુવતી હરિદ્વાર જતી ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતુ. આ ઘટનાના પગલે નજીકમાં આવેલ સરકારી પોલિટેકનિ કૉલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે ટ્રેક પર દોડી આવ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સેક્ટર 21 પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

દવા લેવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની ઓળખ ગોમતી ચૌધરી (ઉં.વ. 25, રહે. સેક્ટર 3) તરીકે થઈ છે. જે મૂળ બનાસકાંઠા જિલ્લાના સૂઈ ભરડવા ગામના વતની હતા. જ્યારે તેમના પતિ પણ BMS ડોક્ટર હતા. આ ઘટનાની જાણ થતાં મૃતકના પતિ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા.

પતિની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ગોમતીબેન ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યા હતા. જે બાદ તેઓ ફોન રિસિવ નહતા કરતા. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.