OPEN IN APP

Budget 2023: બજેટમાં ખેડૂતોને લઇને થશે મોટી જાહેરાતો, ખેડૂત મૃત્યુ સહાય 2 લાખના સ્થાને 3 લાખ, અપંગતા સહાયમાં 50 હજારનો વધારો કરવાની વિચારણા

By: Rakesh Shukla   |   Updated: Mon 23 Jan 2023 11:21 AM (IST)
there-will-be-big-announcements-for-farmers-in-the-gujarat-budget-2023-consideration-of-increasing-the-farmer-death-allowance-to-3-lakhs-instead-of-2-lakhs-81553

રાજેન્દ્રસિંહ પરમાર.
Gujarat Budget 2023:
રાજ્ય સરકાર અગામી બજેટ સત્રમાં ખેડૂતલક્ષી કેટલીક મહત્વની જાહેરાત કરી શકે છે. જેમાં કૃષિ વીભાગની સાપ્રત યોજનાની જોગવાઇઓમાં વધારો પણ કરી શકે છે. રાજ્ય સરકાર ખેડૂતની સલામતી અને મરણ બાદ આપવામાં આવતી આર્થિક સહાય બાબતે વિચારણા કરી રહી છે.વિવિધ ખેડૂત સંગઠનોની પણ માંગ છે કે ખેડૂતને મરણ બાદ તેના પરિવારને સરકાર તરફથી સહાય કરવામાં આવે. હાલ સરકાર જે સહાયની રકમ આપે છે તેનાથી ખેડૂત સંહઠનોની નારાજગી છે. આ સહાયની રકમમાં વધારો કરવાની માંગ સંગઠનો દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર ખેડૂત અકસ્માત વિમા યોજનની જોગવાઇમાં અગામી બજેટમાં વધારો કરી શકે છે.

ખેડૂત મૃત્યુ સહાય 2 લાખને બદલે 3 લાખ કરવાની વિચારણા
રાજ્યમાં 1996થી ખેડૂત અકસ્માત વિમા સહાય યોજના લાગુ છે. આ યાજના હેઠળ ખેડૂતનું આકસ્મિત મૃત્યુ થાય તો સરકાર દ્વારા ખેડૂતના પરિવારજનોને 2 લાખ સહાય આપવામાં આવે. જ્યારે ખેડૂત કાયમી અપંગતા આવે તો 1 લાખ સહાય ચૂકવવામાં આવે છે.આ યોજના હેઠળ તમામ ખેડૂત વતી રાજ્ય સરકાર દ્વારા વિમા પ્રિમિયમ ચૂકવવમાં આવે છે. ગુજરાતમાં ખેડૂત ખાતેદારોને વિમાનો લાભ આપી તેના પરિવારને આર્થિક રક્ષણ પુરુ પાડવા માટે 1 એપ્રિલ 2008થી જનતા અકસ્માત વિમા યોજના લાગુ કરવામાં આવી હતી. જ્યારે 1 એપ્રિલ 2012માં ખેડૂતના પ્રથમ હયાત વારસદાર પુત્ર પુત્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે અગામી બજેટમાં કૃષિ વિભાગ અકસ્માત મરણ પામનાર ખેજૂતને 2 લાખને સ્થાને 3 લાખ સહાય મળે તે પ્રકારનું આયોજન કરી રહી છે. કૃષિ વિભાગે આ બાબતે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. મુખ્યમંત્રી અને નાણાં વિભાગની મંજૂરી બાદ કૃષિ વિભાગ અગામી બજેટમાં તેની જાહેરાત કરશે.

કાયમી અપંગતાની સહાયમા 2 લાખના સ્થાને 3 લાખ કરવાની વિચારણા
ખેડૂતને અક્માતમાં બે આંખ, બે અંગ, હાથ પગ ગુમાવનારને 100 ટકા લેખે 2 લાખ ચૂકવવામાં આવે છે. કૃષિ વિભાગ આ સહાયને વધારીને 3 લાખ કરવાનું વિચારણા કરી રહી છે. એટલે કે આ સહાયની રકમમાં 1 લાખ વધારવાની વિચારણા ચાલી રહી છે. અત્યાર સુધીમાં કાયમી અંપગતા ધરાવતા ખેડૂતને 2 લાખ સહાય આપવામાં આવે છે. તેના સ્થાને હવે 3 લાખ કરવાની વિચારણા કૃષિ વિભાગ કરી રહી છે.

50 ટકા અપંગતાના કિસ્સામાં 1 લાખને સ્થાને 1.50 લાખ સહાય આપવાની વિચારણા
કોઇ પણ ખેડૂત અકસ્માતમાં એક આંગ, હાથ, પગ કે શરીરનો કઇ પણ એક અંગ ગુમાવે છે તો તેને હાલના ધોરણે 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમમાં 50 હજારનો વધારો કરીને 1.50 લાખ કરવાની વિચારણા કૃષિ વિભાગ બજેટમાં કરી રહી છે. આ સહાય રકમ વધારવાની પૂર્વ મજૂરીઓ માટે કૃષિ વિભાગે કામગીરી હાથ ધરી છે. ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય અને ખેડૂતના મરણ બાદ તેના પરિવારજનોને સહાયરૃપ થઇ શકે તે માટે આ યોજના મહત્વની છે.

ભારતીય કિસાન સંધે મૃત્યુ સહાય 4 લાખ કરવાની માંગ કરી
ભારતીય કિસાનસંઘના મહામંત્રી રમેશભાઇ પટેલે ગુજરાતી જાગરણ સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે, ખેડૂત અકસ્માતમાં મરણ પામ્યા બાદ તેના પરિવારની સ્થિતિ દયનિય બને છે. ખેડૂતના મરણ બાદ પણ તેના પરિવારને આર્થિક રીતે સરકાર મદદ કરે તે માટે અમે ખેડૂત અકસ્માત વિમા રકમમાં વધારો કરવાની માંગ કરી છે. ઉત્તરપ્રદેશે જેમ 5 લાખ સહાય આપવાની જાહેરાત કરી હતી. તેવી રીતે અમે ગુજરાત સરકાર પાસે 4 લાખ સહાય ખેડૂતોને મળે તે પ્રમાણેની માંગણી કરી છે. અગામી બજેટમાં કૃષિ વિભાગ ખેડૂતને અક્માત વિમા સહાય બાબતે જાહેરાત કરશે.

આ યોજનાનો લાભ કેવી રીતે લઇ શકાય
ખેડૂતના મરણ બાદ 150 દિવસમાં સંબધિત જિલ્લા ખેતીવાડી અધિકારીને જરૃરી પુરાવા સાથે અરજી કરવાની હોય છે. આ ઉપરાંત અપંગતાની કિસ્સમાં પણ ખેડૂતે 150 દિવસમાં અરજી કરવાની હોય છે. અરજી કરવાની સમય મર્યાદા પહેલા 90 દિવસની હતી હવે તેમાં વધારો કરીને 150 દિવસની કરવામાં આવી છે. કોઇ પણ અરજદાર 150 દિવસ બાદ અરજી કરે છે તો તેની અરજી માન્ય રાખવામાં આવતી નથી. જેથી 150 દિવસની અંદર અરજી કરવાનારને આ યોજનાનો લાભ મળે છે.

અરજી સાથે જરૂરી પુરાવા રજૂ કરવાના હોય છે
અકસ્માત મરણ સહાય અથવા અપંગતા માટે અરજી સાથે જરૂરી પુરાવા રજૂ કરવાના હોય છે. જેમાં ખેડૂતની જમીનના 7/12, 8-અ ગામના નમુના નં-6 હક્કપત્ર મરણ તારીખ પછીના પ્રમાણીત ઉતારા, ખેડૂતનો પીએમ રિપોર્ટ, મૃતકના મરણ દાખલો , ઉમરનો પુરાવો, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યોનો રિપોર્ટ, કાયમી અપંગતા બાબતે મેડીકલ બોર્ડ સિવિલ સર્જનનું ફાઇનલ એસેસમેન્ટ દર્શાવતુ પ્રમાણપત્ર તથા અપંગતા બાબતનો પોર્ટકાર્ડ સાઇઝનો ફોટો, વાહન અક્માત કિસ્સામાં મૃતકનું ડ્રાઇવિંગ લાઇસન્સ, બાહેધરી પ્રત્રક, પેઢીનામુ રજૂ કરવાનું હોય છે.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.