OPEN IN APP

ગુજરાત વેટરનરી કાઉન્સિલની પુન:રચના કરવામાં આવી, પ્રમુખ તરીકે બી.ડી પટેલ અને ઉપપ્રમુખ તરીકે કે.કે.હડીયાની નિયુક્તિ

By: Rajendrasinh Parmar   |   Fri 26 May 2023 01:17 PM (IST)
the-gujarat-veterinary-council-was-reconstituted-with-bd-patel-appointed-as-president-and-kk-hadiya-as-vice-president-136667

રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાત વેટરનરી કાઉન્સિલની તાજેતરમાં જ પુન:રચના કરી કુલ ૧૨ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. કાઉન્સિલના નિયમોનુસાર આ બેઠકમાં પ્રમુખ તરીકે નિવૃત નાયબ પશુપાલન નિયામક ડૉ. બી.ડી. પટેલ અને ઉપપ્રમુખ તરીકે વેટરનરી ક્લિનિકલ કોમ્પેલ્ક્ષ વેટરનરી કોલેજ-આણંદના એસો.પ્રોફેસર અને હેડ ડૉ.કે.કે. હડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

નિયુક્તિ કાઉન્સિલના સભ્યો પ્રથમ બેઠક મળી હતી. બેઠક બાદ તમામ સભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.

ગુજરાત રાજ્યમાં પશુસારવાર સાથે સંકળાયેલ પશુચિકિત્સકો યોગ્ય માપદંડ મુજબ પશુઓનાં આરોગ્યની જાળવણી કરે, તેનું નિયમન તેમજ નવી શોધાતી વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણ સમયાંતરે રાજ્યનાં પશુચિકિત્સકોને મળતી રહે, તે માટે ઇન્ડિયન વેટરનરી કાઉન્સિલ એક્ટ-1984 હેઠળ ગુજરાત વેટરનરી કાઉંન્સીલની રચના કરવામાં આવી છે. નવનિયુક્ત સભ્યોની પ્રથમ બેઠક પશુપાલન નિયામક ડૉ.ફાલ્ગુની એસ.ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી.

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.