TAT HS Mains Exam Rescheduled 2026: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2026 (ગુજરાતી માધ્યમ)ની મુખ્ય પરીક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આંકરી વરસાદની આગાહી, ઉમેદવારોની રજૂઆતો અને સરકારના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને અગાઉથી નક્કી કરાયેલી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.
2 ઓગસ્ટના બદલે હવે આ દિવસે યોજાશે પરીક્ષા
અગાઉ બોર્ડના આયોજન મુજબ TAT-HSની મુખ્ય પરીક્ષા તારીખ 2 ઓગસ્ટ 2026ના રોજ યોજાવવાની હતી. પરંતુ હવે આ પરીક્ષા આગામી 8 ઓગસ્ટ 2026 (શનિવાર)ના રોજ યોજવામાં આવશે.

શું નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવી પડશે?
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોની સુવિધા માટે સ્પષ્ટતા કરવામાં આવી છે કે-
- ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ફરીથી ડાઉનલોડ કરવાની રહેશે નહીં.
- જૂની હોલ ટિકિટમાં દર્શાવેલા પરીક્ષા કેન્દ્ર અને નિર્ધારિત સમય મુજબ જ 8 ઓગસ્ટના રોજ પરીક્ષા આપવાની રહેશે.
- પરીક્ષા અંગેની અન્ય તમામ જોગવાઈઓ અને નિયમો યથાવત રહેશે.
- પરીક્ષા સંબંધિત વધારાની વિગતો અને અધ્યતન માહિતી મેળવવા માટે ઉમેદવારોને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.sebexam.org ની મુલાકાત લેતા રહેવા જણાવવામાં આવ્યું છે.
