Gandhinagar: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IITGN)ની ક્યુરિયોસિટી લેબ ધોરણ 6 થી 12 ના શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો, વાલીઓ, અને શિક્ષણના વિદ્વાનો માટે 3 થી 5 ફેબ્રુઆરી, 2023, દરમિયાન એક ઑનલાઇન શિબિર ‘કેમ્પ આર્ટ એન્ડ લર્નિંગ’ હોસ્ટ કરવા જઈ રહી છે. શીખતી વખતે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા કેવી રીતે વધારવી તે જાણવા માટે ક્યુરિયોસિટી લેબ વૈજ્ઞાનિક સંશોધન કરે છે. 2021થી તે શાળાના બાળકો તેમજ શિક્ષકોના રસને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણને મનોરંજક અને આકર્ષક બનાવવા માટે આઉટરીચ પહેલ તરીકે ‘ક્યુરિયોસિટી કેમ્પ’નું આયોજન કરી રહ્યું છે.
આ વર્ષના ક્યુરિયોસિટી કેમ્પનું નામ છે ‘કેમ્પ આર્ટ એન્ડ લર્નિંગ’. તેના સત્રોનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાના વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અભ્યાસક્રમમાં કલા શિક્ષણ સમાવવાના વિચાર સાથે પરિચિત કરાવવાનો છે. કલાને શિક્ષણ સાથે જોડવામાં આવે તો તે સર્જનાત્મકતા, સ્વ-અભિવ્યક્તિ અને સહયોગને પ્રોત્સાહન આપે છે. તે વિદ્યાર્થીઓને નિર્ણાયક વિચાર કૌશલ્ય વિકસાવવા માટે સક્ષમ બનાવે છે અને વૈજ્ઞાનિક અભિગમના નિર્માણમાં પણ મદદ કરી શકે છે. તે સાંસ્કૃતિક જાગૃતિ અને આંતરશાખાકીયતાને પ્રોત્સાહન આપે છે અને એકંદર શૈક્ષણિક સિદ્ધિઓને વધારે છે. અભ્યાસોએ એ પણ દર્શાવ્યું છે કે કલા શિક્ષણમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે વધુ સારું પ્રદર્શન કરે છે. અન્ય વિદ્યાશાખાઓમાં સંકલિત કલા સમગ્ર શિક્ષણના અનુભવને સમૃદ્ધ બનાવે છે.

ત્રણ દિવસ સુધી ચાલનારી આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને વિવિધ પ્રવૃત્તિઓ અને સત્રોમાં સંલગ્ન કરવાનો છે, જેમાં મુખ્યત્વે કલા કેવી રીતે વિવિધ વિદ્યાશાખાઓ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને વિદ્યાર્થીઓને તેમની આસપાસની દુનિયા વિશે સર્જનાત્મક અને વિવેચનાત્મક રીતે વિચારવા પ્રોત્સાહિત કરે છે. રસ ધરાવતા ઉમેદવારો નીચેની લિંક પર નોંધણી કરીને વિનામૂલ્યે આ ઇવેન્ટમાં હાજરી આપી શકે છે: https://www.curiositylab.iitgn.ac.in/camp
કેમ્પ આર્ટ એન્ડ લર્નિંગ દ્વારા, IITGN કેટલીક અગ્રગણ્ય વ્યક્તિઓને એકસાથે લાવે છે જેઓ કલાના વિવિધ સ્વરૂપોમાં કામ અને સંશોધન કરી રહ્યાં છે. તેમની વાર્તાઓ, અનુભવો અને વિદ્વત્તા દ્વારા, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સર્જનાત્મકતા અને સ્વ-અભિવ્યક્તિના સંવર્ધનના વિવિધ માધ્યમોથી શીખવા અને કલા દ્વારા વૈજ્ઞાનિક અભિગમને વ્યાપકપણે વિકસાવવા માટે પ્રોત્સાહિત થશે. જે તેમને સર્વગ્રાહી શિક્ષણ માટેનો પ્રવેશદ્વાર ખોલી આપશે. વર્કશોપને સંબોધિત કરનાર ભારત અને વિદેશના ઉચ્ચ પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- બ્રાયન બ્રોફી, હોલીવુડ અભિનેતા, થિયેટર કલાકાર, કેલ્ટેક થિયેટરના નિર્દેશક, અને IITGN ખાતે સ્કોલર-ઇન-રેસિડેન્સ, “How to Strengthen Scientific Communication through Storytelling” પર વાત કરશે.
- જયા અય્યર, થિયેટર એક્ટિવિસ્ટ, ફિલ્મ ડિરેક્ટર અને ફેસિલિટેટર, “Theater for Exploring Oneself and to Experience the World” પર વાત કરશે.
- અવની વારિયા, હેરિટેજ પ્રોફેશનલ, આર્ટિસ્ટ અને IITGN ખાતે આર્ટ ક્યુરેટર, “Art and Sustainability: Role of Youth in India” પર વક્તવ્ય આપશે.
- અર્ઘા મન્ના, કોમિક્સ આર્ટિસ્ટ, MIT ખાતે મુલાકાત લેતા આર્ટિસ્ટ, અને IITGN ખાતે આર્ટિસ્ટ-ઇન-રેસિડેન્સ, Exploring Science through Drawing” પર વાત કરશે.
- સિન્થિયા કેમ્પોય બ્રોફી, ArtworxLA ના સ્થાપક અને IITGN ખાતે આર્ટિસ્ટ-ઇન-રેસિડેન્સ, “Creativity in the Classroom” પર વાત કરશે.
- સમીર સહસ્રબુધે, IITGN ખાતે ડિઝાઇનના પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ, “Animate to Educate” પર વક્તવ્ય આપશે.
- કનમની એમ, પર્યાવરણ સંશોધક, કલાકાર, અને IITGN ખાતે કેમિકલ એન્જિનિયરિંગના વરિષ્ઠ સંશોધન ફેલો, “Art and Contemplation” પર વક્તવ્ય આપશે.
- અનીશા મોહંતી, સંગીતકાર, ગીતકાર, કલાકાર, અને IITGNના ભૂતપૂર્વ વિદ્યાર્થીની, “A Young Student’s guide to Documenting Art” પર વાત કરશે.
‘કેમ્પ આર્ટ એન્ડ લર્નિંગ’ પાછળના વિચારને શેર કરતાં, ક્યુરિયોસિટી લેબના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર પ્રોફેસર જેસન મંજલીએ જણાવ્યું હતું કે, “શિક્ષણના અભ્યાસક્રમમાં કલા શિક્ષણનું ઓછું મૂલ્ય છે. તેનો સમાવેશ વિદ્યાર્થીઓની રુચિઓમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે, તેમની ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સને સુધારવામાં મદદ કરી શકે છે અને સર્જનાત્મક રીતે કેવી રીતે વિચારવું તે શીખવી શકે છે. આ કૌશલ્યો શીખનારાઓની આગામી પેઢી માટે જરૂરી છે.”
‘વિઝ્યુલાઇઝિંગ થ્રુ ડ્રોઇંગ’ સ્પર્ધા
શિબિરનું સમાપન ‘વિઝ્યુલાઇઝિંગ થ્રુ ડ્રોઇંગ’ સ્પર્ધા સાથે થશે. કેમ્પ આર્ટ એન્ડ લર્નિંગના સત્રો દરમિયાન વિદ્યાર્થીઓ જે કૌશલ્ય વિકસાવશે તેમાંથી એક તેમની વિઝ્યુઅલ કલ્પનામાં સુધારો કરવો અને કાયમ તેમની આંખોની સામે ન હોય તેવી વસ્તુઓ દોરવાનું છે. વિદ્યાર્થીઓને વિભાવનાઓનું ચિત્રણ કરીને અને તેમની કલાત્મક પ્રતિભાને એક્સ્પ્લોર કરીને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આકર્ષક ઈનામો જીતવાની તક માટે સહભાગીઓ કેમ્પ આર્ટ એન્ડ લર્નિંગ વેબસાઈટ પર તેમના ડ્રોઈંગ સબમિટ કરશે. ધોરણ 6 - 12ના ચાર વિદ્યાર્થીઓ રૂ.10,000/- ના રોકડ પુરસ્કારો મેળવવા પાત્ર થશે.