Gujarati Man Shot Dead In US: કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતનીની અમેરિકામાં સ્ટોર પર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એક ગ્રાહક સ્ટોર પર આવીને ફાયરિંગ કરીને ડીંગુચા ગામના પરેશભાઈની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV વાયરલ થતા ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારને ઘટનાની જાણ થતા સ્તબ્ધ બની ગયા છે.
મળતી માહિતી મુજબ, અમેરિકામાં કલોલના ડીંગુચા ગામના પરેશભાઈ સુમનભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી સ્ટોર પર કામ કરતા હતા. વાયરલ થયેલા CCTVમાં જણાય છે કે એક વ્યક્તિ ગ્રાહકના રૂપે સ્ટોરમાં આવ્યો હતો. તેણે કેટલીક વસ્તુની ખરીદી કર્યા બાદ અચાનક જ પરેશભાઈ કંઈ સમજે તે પૂર્વે ફાયરિંગ કરીને ગોળી મારી હતી. સોશિયલ મીડિયા પર CCTV વાયરલ થવાના આધારે આ ઘટના બહાર આવી છે.
