ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2023: એક્ટ્રેસ અવની મોદીને 'કેરી ઑન કેસર'માં અભિનય માટે સરકારનો સ્પેશિયલ એવોર્ડ એનાયત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jun 2023 11:14 PM (IST)Updated: Tue, 27 Jun 2023 11:15 PM (IST)
gujarati-film-awards-function-held-at-gandhinagar

ગાંધીનગર.
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલના દ્વારકા હોલ ખાતે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં અંદાજે 181 જેટલા કલાકારોને પારિતોષિકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં ગાંધીનગરની એક્ટ્રેસ અવની મોદીને તેની ફિલ્મ ' કેરી ઓન કેસર'ના અભિનય માટે પરીક્ષણ સમિતિ દ્વારા વ્યક્તિગત મહિલા કેટેગરીમાં સ્પેશિયલ એવોર્ડ એનાયત થયો હતો. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંગના હસ્તે 1 લાખ રૂપિયા અને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

naidunia_image

આ તકે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ સમ્માનિત થયેલા કલાકારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતની ચલચિત્રો અને તેની સાથે સંકળાયેલા તમામ કલાકારોને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગને પ્રવાસન સાથે સાંકળીને જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત વર્ષે 'સિનેમેટિક ટૂરિઝમ પૉલિસી' અમલમાં મૂકી છે.

આ સમારોહમાં ગુજરાતી રંગભૂમિના સિદ્ધાર્થ રાંદેરિયા, પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, વિપુલ મહેતા, પાર્થિવ ગોહિલ અને સૌમ્ય જોશી સહિતના ખ્યાતનામ કલાકાર-કસબીઓ હાજર રહ્યા હતા.

અન્ય પારિતોષિક પર નજર નાંખીએ તો,
વર્ષ 2016-17
શ્રેષ્ઠ ફિલ્મ - સિનેમન પ્રોડક્શન લી. - રોંગ સાઈડ રાજુ
શ્રેષ્ઠ દિગ્દર્શક - મિખીલ મુસલે - રોંગ સાઈડ રાજુ
શ્રેષ્ઠ અભિનેતા - મલ્હાર ઠાકર - થઇ જશે
શ્રેષ્ઠ અભિનેત્રી - દીક્ષા જોષી - શુભ આરંભ

વર્ષ 2017-18
શ્રેષ્ઠ ફિલ્મ - અક્ષર કોમ્યુનિકેશન - લવની ભવાઈ
શ્રેષ્ઠ દિગ્દર્શક - સંદિપ પટેલ - લવની ભવાઈ
શ્રેષ્ઠ અભિનેતા - સિદ્ધાર્થ રાંદેરીયા - ગુજ્જુભાઈ: મોસ્ટ વોન્ટેડ
શ્રેષ્ઠ અભિનેત્રી - આરોહી પટેલ - લવની ભવાઈ

વર્ષ 2018-19
શ્રેષ્ઠ ફિલ્મ - બ્રેઇનબોકસ સ્ટુડીયોઝ - રેવા
શ્રેષ્ઠ દિગ્દર્શક - રાહુલ ભોલે, શ્રી વિનીત કનોજીયા - રેવા
શ્રેષ્ઠ અભિનેતા-પ્રતિક ગાંધી - વેન્ટીલેટર
શ્રેષ્ઠ અભિનેત્રી- તિલ્લાના દેસાઇ - પાઘડી

વર્ષ 2019-20
શ્રેષ્ઠ ફિલ્મ- સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી - હેલ્લારો
શ્રેષ્ઠ દિગ્દર્શક - અભિષેક શાહ - હેલ્લારો
શ્રેષ્ઠ અભિનેતા- સિદ્ધાર્થ રાંદેરિયા - ચાલ જીવી લઈએ
શ્રેષ્ઠ અભિનેત્રી- આરોહી પટેલ - ચાલ જીવી લઈએ