પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર! રાજ્યમાં અનેક IPS અને SPS અધિકારીઓની બદલી અને નિમણૂક કરાઈ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પબ્લિક ઇન્ટરેસ્ટમાં તાત્કાલિક અસરથી IPS અને SPS અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકો કરવામાં આવી છે. જાણો સંપૂર્ણ યાદી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 18 Sep 2026 09:38 PM (IST)Updated: Fri, 18 Sep 2026 09:45 PM (IST)
gujarat-police-transfers-ips-sps-officers-reshuffled

Gujarat IPS/SPS Transfer 2026: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકહિત અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી અનેક આઈ.પી.એસ. (IPS) અને એસ.પી.એસ. (SPS) અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકોના આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ બદલીઓમાં તાલીમબદ્ધ યુવા અધિકારીઓથી લઈને સિનિયર કમાન્ડન્ટ સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચિ મુજબના મુખ્ય અધિકારીઓની વિગતો નીચે મુજબ છે:

આઈ.પી.એસ. (IPS) અધિકારીઓની નવી નિમણૂકો

મંસી આર. મીણા (IPS:2023): તેમને વિરમગામ ડિવિઝન, અમદાવાદ જિલ્લાના સહાયક પોલીસ અધિક્ષક (ASP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મોસમ હર્ષદભાઈ મહેતા (IPS:2023): તેમને દેવદર ડિવિઝન, વાવ-થરાદ જિલ્લાના સહાયક પોલીસ અધિક્ષક (ASP) તરીકે નિમણૂક આપવામાં આવી છે.

પ્રખર કુમાર (IPS:2024): તેમને ખંભાળિયા ડિવિઝન, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સહાયક પોલીસ અધિક્ષક (ASP) તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

કરણકુમાર મનસુખભાઈ પન્ના (IPS:2024): તેમની લિમખેડા ડિવિઝન, દાહોદ જિલ્લાના સહાયક પોલીસ અધિક્ષક (ASP) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

એસ.પી.એસ. (SPS) અધિકારીઓની બદલીઓ અને નિમણૂકો

જે. આઈ. વસાવા (SPS): વડોદરા શહેરના પોલીસ ઉપાયુક્ત (ટ્રાફિક-ઉત્તર) તરીકે ફરજ બજાવતા અધિકારીની બદલી કરીને તેમને વડોદરા સ્થિત રાજ્ય રીર્ઝવ પોલીસ ફોર્સ (SRPF), ગ્રૂપ-9ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડી. એમ. ચૌહાણ (SPS): મહેસાણાના પોલીસ અધિક્ષક તરીકે સેવા આપતા અધિકારીની બદલી કરી બનાસકાંઠાના માદણા સ્થિત એસ.આર.પી.એફ. ગ્રૂપ-3ના કમાન્ડન્ટ પદે નિમણૂક અપાઈ છે.

પ્રકાશકુમાર વિષ્ણુપ્રસાદ રાવલ (SPS): મહેસાણાના ઓ.એન.જી.સી. સ્થિત એસ.આર.પી.એફ. ગ્રૂપ-15ના સહાયક કમાન્ડન્ટની બદલી કરીને દાહોદના પાવડી સ્થિત એસ.આર.પી.એફ. ગ્રૂપ-4ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે.

બી. એલ. દેસાઈ (SPS): ગોધરા ખાતે પંચમહાલ હેડક્વાર્ટરના પોલીસ અધિક્ષકને બદલીને ગોધરા સ્થિત એસ.આર.પી.એફ. ગ્રૂપ-5ના કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સોંપાઈ છે.

એચ. પી. દોશી (SPS): જૂનાગઢના સોરથ ચોકી પોલીસ તાલીમ કેન્દ્રના પોલીસ અધિક્ષકની બદલી કરીને રાજકોટ એસ.આર.પી.એફ. ગ્રૂપ-13ના કમાન્ડન્ટ પદે નિમણૂક કરાઈ છે.

એલ. બી. ઝાલા (SPS): સુરત શહેરના એફ-ડિવિઝનના પોલીસ ઉપાયુક્તની બદલી કરીને સુરતના વાવ સ્થિત એસ.આર.પી.એફ. ગ્રૂપ-11ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ તમામ હુકમો ગુજરાતના રાજ્યપાલશ્રીના આદેશ અને નામે ગૃહ વિભાગના સંયુક્ત સચિવ કે. કે. પટેલ તથા મુખ્ય સચિવ સંજીવ કુમાર દ્વારા અધિકૃત કરવામાં આવ્યા છે.