Asian Games Gujarat Medalists Cash Award: આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી દેશ અને ગુજરાત રાજ્યનું નામ ગૌરવન્વિત કરનાર એશિયન ગેમ્સ તથા પેરા એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓ અને સહભાગી ખેલાડીઓનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે ખેલાડીઓના સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદાનને બિરદાવતા રાજ્ય સરકાર દ્વારા કુલ 18 ખેલાડીઓને રૂ. 9.27 કરોડથી વધુની રોકડ પુરસ્કાર રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
"યુવા ખેલાડીઓની આ ઐતિહાસિક સિદ્ધિ નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે": નાયબ મુખ્યમંત્રી
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે- ગુજરાતના યુવા ખેલાડીઓએ પોતાના અડગ મનોબળ અને સખત પરિશ્રમના બળે આંતરરાષ્ટ્રીય મંચ પર ત્રિરંગો લહેરાવ્યો છે. રમતવીરોની આ ઐતિહાસિક સિદ્ધિ આવનારી નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે અને દેશના રમતગમતના સંકલ્પોને વધુ મજબૂત બનાવશે. રાજ્ય સરકાર ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ, માળખાગત સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
કયા ખેલાડીને કેટલી પ્રોત્સાહક ઇનામી રકમ મળી?
રાજ્ય સરકાર દ્વારા મેડલ વિજેતાઓ તેમજ ભાગ લેનાર ખેલાડીઓને રમતના આધારે વર્ગીકૃત કરીને પ્રોત્સાહક રકમ આપવામાં આવી છે-
ક્રિકેટ
- જસપ્રીત બુમરાહ: રૂ. 66 લાખ
- અક્ષર પટેલ: રૂ. 66 લાખ
- રાધા યાદવ: રૂ. 66 લાખ
પેરા એથ્લેટિક્સ અને પેરા ટેબલ ટેનિસ
- અંજનાબેન રોહિતભાઈ બુંબડીયા (ગોલ્ડ મેડલ): રૂ. 2 કરોડ
- તેજલબેન ડામોર (સિલ્વર અને બ્રોન્ઝ મેડલ): રૂ. 1.5 કરોડ
- નિબિષા સી.એસ. (લોંગ જમ્પ - સિલ્વર મેડલ): રૂ. 1 કરોડ
- રાકેશભાઈ ધનજીભાઈ ભટ્ટ (100 અને 200 મીટર દોડ - 2 બ્રોન્ઝ મેડલ): રૂ. 1 કરોડ
- ભાવિનાબેન પટેલ (પેરા ટેબલ ટેનિસ - 2 બ્રોન્ઝ મેડલ): રૂ. 75 લાખ
- સોનલબેન પટેલ (પેરા ટેબલ ટેનિસ - બ્રોન્ઝ મેડલ): રૂ. 50 લાખ
ટેબલ ટેનિસ (મેડલ વિજેતા)
- માનુષ શાહ (બ્રોન્ઝ મેડલ): રૂ. 25 લાખ
સહભાગી ખેલાડીઓ (સ્પર્ધામાં ભાગ લેવા બદલ પ્રોત્સાહન)
- માનવ ઠક્કર: રૂ. 5 લાખ
- આર્યન નેહરા: રૂ. 5 લાખ
- મિતવા ચૌધરી: રૂ. 5 લાખ
- ભાવિકકુમાર ભરવાડ: રૂ. 5 લાખ
- હરમીત દેસાઈ: રૂ. 2.5 લાખ
- અંકિતા રૈના: રૂ. 2.5 લાખ
- અનિકેત પટેલ: રૂ. 2.5 લાખ
- વિષ્ણુ વાઘેલા: રૂ. 1.65 લાખ
ગેરહાજર ખેલાડીઓને DBT મારફતે સીધી સહાય
જે ખેલાડીઓ પોતાની રમતગમતની વ્યસ્તતા કે અન્ય અનિવાર્ય કારણોસર આ સન્માન સમારોહમાં રૂબરૂ ઉપસ્થિત રહી શક્યા ન હતા, તેમને ઇનામની પ્રોત્સાહક રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજર રહેલા ખેલાડીઓ, કોચ અને પ્રતિનિધિઓએ રાજ્ય સરકારના આ અભિગમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
