ગુજરાતમાં હેલ્મેટ નિયમના અમલ માટે સરકારનું મહત્વનું પગલું, એક મહિના માટે વિશેષ ડ્રાઈવનું આયોજન

ગુજરાત સરકારે 01 મે થી 31 મે 2026 સુધી સંપૂર્ણ રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 01 May 2026 01:48 PM (IST)Updated: Fri, 01 May 2026 01:48 PM (IST)
gujarat-govt-police-special-helmet-drive-may-2026-traffic-rules-fine-details

Gandhinagar: રાજ્યમાં થતા રોડ એક્સિડન્ટમાં ઘટાડો થાય અને નાગરિકોની સલામતીને વધારે મજબૂત કરવા માટે ગુજરાત સરકારે મહત્વનું પગલું લીધું છે. વાહનચાલકો હેલ્મેટ નિયમનો કડક અમલ કરે માટે આજથી 01 મે થી 31 મે 2026 સુધી સંપૂર્ણ રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે.

વિશેષ ડ્રાઈવ હેઠળ દંડની જોગવાઈ

મોટર વ્હિકલ એક્ટ 1988ની કલમ 129 અનુસાર ટુ વ્હીલર વાહન ચલાવનારા વ્યક્તિ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. રાજય સરકારના આદેશાનુસાર સરકારી કચેરીઓની બહાર પણ ટ્રાફિક પોલીસની તૈનાતી કરાશે, વિશેષ ડ્રાઈવ દરમિયાન વાહનચાલકો હેલ્મેટ વગર ઝડપાશે તો તેમની પાસે સ્થળ પર જ દંડ વસૂલાશે

રાજ્યમાં 24 કલાક વિશેષ ડ્રાઈવ ચલાવાશે

હેલ્મેટ નિયમનો કડક અમલ થાય માટે રાજ્ય પોલીસ વડાના આદેશથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 24 કલાક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવનો પ્રારંભ સરકારી તંત્ર તરફથી કરાયો છે. તેમજ રાજ્યની તમામ ગવર્નમેન્ટ ઓફિસના મેઈનગેટ પર ટ્રાફિક પોલીસને તૈનાત કરાશે. જો કોઈ અધિકારી કે કર્મચારી હેલ્મેટ વગર દેખાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે.

નિયમોનું ભંગ કરનારા વાહનચાલકોને દંડ ફટકારાશે

નિયમનું કડક પાલન થાય માટે સ્પીડગન, સીસીટીવી અને ઇન્ટરસેપ્ટર વાનના ઉપયોગથી ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહનચાલકોને દંડ ફટકારાશે. રાજ્યના ગૃહ અને પરિવહન નેતૃત્વની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય માર્ગ સલામતી સમીક્ષા બાદ નિર્ણય લેવાયો છે. હાલ રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં હેલ્મેટ નિયમનો કડક અમલીકરણ કરવાનો નિર્દેશ અપાયો છે. જેમાં તબક્કાવાર સંપૂર્ણ ગુજરાતમાં વિસ્તરણ કરાશે