વનપાલ અને બીટગાર્ડ્સના આંદોલનનો આવ્યો સુખદ અંત, મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી મહત્વની જાહેરાત

ગુજરાતમાં વનપાલ અને બીટગાર્ડ્સના આંદોલનનો આવ્યો સુખદ અંત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વનમંત્રી અર્જુન મોઢવાડિયાના હકારાત્મક પ્રયાસોથી કર્મચારીઓની માંગણીઓ અંગે સકારાત્મક નિર્ણય.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 03 Nov 2026 09:15 PM (IST)Updated: Tue, 03 Nov 2026 09:15 PM (IST)
gujarat-forest-guard-agitation-ends-minister-modhwadias-announcement

Forest Dept Update: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર હંમેશા નાના કર્મચારીઓના હિત અને પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક નિર્ણયો લેવા કટિબદ્ધ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વન વિભાગ હેઠળ ફરજ બજાવતા વનપાલ અને બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા હતા. આ મુદ્દે સકારાત્મક અભિગમ અપનાવી મુખ્યમંત્રીની ખાસ સૂચના અનુસાર, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

માંગણીઓ અંગે સકારાત્મક ચર્ચા અને આંદોલન સમેટાયું

આ બેઠક દરમિયાન થયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે કર્મચારીઓની માંગણીઓનો હકારાત્મક અને સુખદ અંત આવ્યો છે. કર્મચારી મંડળ દ્વારા પણ સરકારના સકારાત્મક વલણને ધ્યાનમાં રાખીને આંદોલનનો સત્તાવાર રીતે અંત લાવવાની સહર્ષ સંમતિ દર્શાવવામાં આવી છે, જેનાથી વન વિભાગના કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

બાકી રહેલા પ્રશ્નો પર ટૂંક સમયમાં નિર્ણય

આ અંગે વધુ વિગતો આપતા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, અમુક બાકી રહેતા પ્રશ્નો કે મુદ્દાઓ અંગે 'સામાન્ય વહીવટ વિભાગ' અને 'નાણાં વિભાગ'ની મંજૂરી જરૂરી હોવાથી, નિયમોનુસાર યોગ્ય પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં જ તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.

વનકર્મીઓની કઠીન પરિસ્થિતિ અને સેવાઓની પ્રશંસા

મંત્રીશ્રીએ વન વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ કર્મચારીઓ અત્યંત પ્રતિકૂળ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ જંગલો અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રાત-દિવસ સતત કાર્યરત રહ્યા છે. જેના પરિણામે જ આજે રાજ્યમાં વન સંપદા અને વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકી છે.