Pharmacy Council: ફાર્મસી કાઉન્સિલે વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષ માટે નવી કોલેજો-વર્તમાન કોલેજોને મંજૂરી માટેની પ્રક્રિયા મુદત ત્રણ મહિના લંબાવતા ઓક્ટોબર અંત સુધી મંજૂરી પ્રક્રિયા ચાલી હતી. જેના કારણે પ્રવેશ સમિતિએ દિવાળી પછી નવેમ્બર મહિનામાં ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા શરુ કરવી પડી હતી.
ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી તેમજ બી.ફાર્મ પછીના પીજી ફાર્મસનીની પ્રવેશ પ્રક્રિયા મોડી શરુ થતા જીટીયુએ નવુ કેલેન્ડર જાહેર કરવું પડ્યું છે. ડિપ્લોમા ફાર્મસીનું શૈક્ષણિક વર્ષ 17 નવેમ્બરથી 17 જુન સુધીનું રહેશે.
બેચલર ઓફ ફાર્મસીનું સેમિસ્ટર 17 નવેમ્બરથી 28 ફેબ્રુઆરી સુધીનું રહેશે. માસ્ટર ઓફ ફાર્મસીમાં સત્ર 23 નવેમ્બરથી 7 માર્ચ સુધીનું રહેશે અને ફાર્મ.ડીમાં 7 ડિસેમ્બરથી 22 જુલાઈ સુધીનું સત્ર રહેશે. ડી.ફાર્મનું સત્ર અગાઉ 20 મે સુધી હતુ. જે હવે એક મહિનો મોડુ પુરુ થશે.