GSSSB ભરતી 2026: 1,237 સરકારી જગ્યાઓ માટે 5 નવેમ્બરથી ઓનલાઈન અરજી શરૂ, જાણો લાયકાત, વયમર્યાદા અને અરજી કરવાની છેલ્લી તારીખ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 1237 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 5 નવેમ્બર 2026 થી 30 નવેમ્બર 2026 સુધી OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 11:03 AM (IST)Updated: Wed, 04 Nov 2026 11:03 AM (IST)
gsssb-class-3-recruitment-2026-check-important-dates-application-process-and-eligibility

GSSSB Class 3 Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં લાખો યુવાનો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ-3ની ગ્રુપ એ અને બીની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. CCE 1ના પરિણામ બાદ તુરંત જ મડળે 1237 જગ્યાઓ માટે વિગતવાર નોટિફિકેશન જારી કર્યું છે. જેનાથી અગાઉની પરીક્ષામાં રહી ગયેલા ઉમેદવારોને કારકિર્દી ઘડવાની નવી તક મળી રહેશે.

કુલ 1237 જગ્યાઓ અને અરજી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયા અનુસાર, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3ની કુલ 1237 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જે પૈકી ગ્રુપ એમાં 243 જગ્યાઓ અને ગ્રુપ બીમાં 1237 જગ્યાઓ (સંયુક્ત કેડર)નો સમાવેશ થાય છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓજસ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આ માટે તારીખ 5 નવેમ્બર 2026થી બપોરે 2 વાગ્યેથી ફોર્મ ભરાવવાના શરુ થઈ જશે. ઈચ્છુક ઉમેદવારો તારીખ 30 નવેમ્બર 2026 સુધીમાં રાત્રે 11.59 કલાક સુધીમાં અરજી કરી લેવાની રહેશે.

મહિલા અને અનામત ઉમેદવારોને છૂટછાટ

ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યાઓ પર વિવિધ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે. અનામત અને દિવ્યાંગ ઉમેદવારો માટે વયમર્યાદાની છૂટછાટ 5થી લઈને 20 વર્ષ સુધી રાખવામાં આવી છે. સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો અને અનામત વર્ગના પુરુષોને 5 વર્ષની છૂટછાટ અને અનામત વર્ગની મહિલા ઉમેદવારોને ઉમરમાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. અને કેડરવાઈઝ પસંદગી પામનાર ઉમેદવારને 5 વર્ષ માટે ફિક્સ પગાર પેટે 26 હજારથી રુ.49.600 સુધીનો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે.

સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષોને 10 વર્ષ, સામાન્ય વર્ગની દિવ્યાંગ મહિલાઓ તથા અનામત વર્ગના દિવ્યાંગ પુરુષોને 15 વર્ષ અને અનામત વર્ગની દિવ્યાંગ મહિલા ઉમેદવારોને 20 વર્ષ સુધીની છૂટછાટ આપવાની જોગવાઈ છે. માજી સૈનિક ઉમેદવારોને તેમણે બજાવેલ સેવાનો સમયગાળો ઉપરાંત વધારાના 3 વર્ષની છૂટછાટ મળશે. અને ખાસ લાયકાતની વાત કરીએ તો, સંબંધિત કેડરમાં ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

CCE પરીક્ષા પદ્ધતિ અને માળખું

રાજ્ય સરકારના નવા પરીક્ષા નિયમ પ્રમાણે, સચિવાલય અને બિન-સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તેમજ ઓફિસ આસિસ્ટન્ટ જેવી કેડરો માટે સંયુક્ત કમ્બાઇન્ડ કમ્પિટેટિવ એક્ઝામિનેશન પદ્ધતિથી આયોજિત કરવામાં આવશે. પહેલા તબક્કે યોજનાર પ્રિલિમ્સ પરીક્ષામાં અંગ્રેજી, ગુજરાતી, જીકે અને કરંટ અફેર્સ, ગણિત અને રિઝનિંગ જેવા સબજેક્ટ્સના પ્રશ્નો પૂછાશે.

પ્રિલિમ્સમાં કવોલિફાય થનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવાશે. જેમાં ગ્રુપ-A માટે વર્ણનાત્મક અને ગ્રુપ-B માટે MCQ આધારિત મુખ્ય પરીક્ષા રહેશે. ઇચ્છુક ઉમેદવારોને મંડળના સત્તાવાર OJAS પોર્ટલ પરથી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને ફી સંબંધિત વિગતવાર નોટિફિકેશન ચકાસીને સમયસર અરજી કરવા જણાવાયું છે.