ગિફ્ટ સિટી રોડ ડેવલપમેન્ટ: PDEU બ્રિજ અને રક્ષાશક્તિ જંકશન માર્ગનું રુ. 15 કરોડમાં થશે નવીનીકરણ

વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં ગિફ્ટ સિટીના ૨ મુખ્ય માર્ગોનું ₹14.70 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરાશે. PDEU બ્રિજ અને રક્ષાશક્તિ જંકશનના નવીનીકરણની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 31 Oct 2026 09:36 AM (IST)Updated: Sat, 31 Oct 2026 09:36 AM (IST)
gift-city-road-development-pdeu-bridge-rakshashakti-junction-beautification

GIFT City Development: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ગિફ્ટ સિટીને જોડતાં માર્ગોને વધારે સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ગિફ્ટ સિટીને જોડતા બે મહત્વના માર્ગો પર રુ.14.70 કરોડના ખર્ચ પર મરામત, નવા જંકશન અને રોડ બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળ પીડીઈયુ ઓવરબ્રિજથી લઈને ગિફ્ટસિટીના દક્ષિણ પ્રવેશદ્વાર સુધીના માર્ગના સર્વાંગીી વિકાસ માટે રુ.7.7 કરોડની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે.

બે માર્ગોનું કરાશે નવીનીકરણ

આ કામગીરી અંતર્ગત શહેરમાં વાહનવ્યવહારને સુચારુ બનાવવા નવા જંકશન્સ વિકસાવવામાં આવશે, અને માર્ગ પર જ્યાં રસ્તાના કનેક્શન અધૂરા છે તે કડીઓ પૂર્ણ કરવાની યોજના છે, તેમજ આ માર્ગની બંને બાજુએ સ્માર્ટ રોડ ફર્નિચર અને આકર્ષક બ્યુટીફિકશન કરવામાં આવશે.

જ્યારે બીજા તબક્કામાં રક્ષાશક્તિ જંકશનથી બાપા સીતારામ જંકશન સુધીના માર્ગના નવીનીકરણ માટે રુ.7 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ આ માર્ગ ક્ષતિગ્રસ્ત હશે તો તેનો તાત્કાલિક રિપેરિંગ કાર્ય કરવામાં આવશે.

31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

હાલ બંને પ્રોજેક્ટને સરકારની મંજૂરી મળી ગઈ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બંને પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે અને 31 ડિસેમ્બર સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો કડક લક્ષ્યાંક નક્કી કર્યો છે.