Gandhinagar News: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના જીવનના ઘડતર માટે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને પાઠ્યપુસ્તકના સ્વરૂપમાં સામેલ કર્યું છે. નવા શૈક્ષણિક સત્રથી ધો. 6 અને 8માં ગીતાના સિદ્ધાંતોના મુલ્યો ભાગ એકનો અભ્યાસ ક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સચિત્ર ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો નામનું પુસ્તક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને પ્રફૂલ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ધો. 6થી 8માં તેનો સમાવેશ કરાયો છે. જેની પરીક્ષા પણ લેવાશે. ત્યારબાદ ક્રમશઃ ધો. 12 સુધીના અભ્યાસક્રમમાં તબક્કાવાર તેનો પાઠ્યપુસ્તક સ્વરૂપે સમાવેશ કરવામાં આવશે.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવત ગીતા સિદ્ધાંતનું મુલ્યો ભાગ એક ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓમાં તેનું અમલીકરણ સેકન્ડ સત્રથી કરવા જઇ રહ્યાં છે. આજે ગીતા જયંતી છે અને એ જ દિવસે ગીતાના સિદ્ધાંતોનું મુલ્યો આપણા વિદ્યાર્થીઓ અને યુવાનો જાણે અને એ પ્રમાણેનું જીવન વ્યતિત કરે એ માટેનો આ પ્રયાસ છે. ગીતાએ જીવનનું સંગીત છે એટલે આપણા વિદ્યાર્થીઓ આ સર્વાંગી શિક્ષણ અને પુરક શિક્ષણ તેના જીવન માટે છે. આ પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી બનશે. ચાલુ સત્રથી સરકારી સ્કૂલોમાં તેનું અમલીકરણ શરૂ કરવામાં આવશે.
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગીતાના સિદ્ધાંતોનું મુલ્યો ભાગ એક, 6થી 8 ધોરણ સુધી હાલ આ અભ્યાસક્રમમાં અમલીકરણ થશે અને તેની પરીક્ષા લેવાશે. ધો. 9 અને 10નો પણ બીજો ભાગ આવશે. તથા ધો. 11 અને 12નું ત્રીજું ચેપ્ટર આવશે. નવા સત્રથી તેનું સંપૂર્ણ અમલીકરણમાં આવશે. શિક્ષણ જગતની અંદર શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં પાઠ્યક્રમની ગીતાના સિદ્ધાંતો એ ભગવાનની વાણીથી 5 હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રની અંદર જે ગીતા ભગવાનની વાણી ગવાઇ હતી. એ ગીતાના સિદ્ધાંતો શું છે. આખું વિશ્વ આજે કેમ એ સિદ્ધાંતો સ્વીકારી રહ્યું છે. ત્યાર માનવસમુદાય, પર્યાવરણ, વિશ્વ દરેકને સુખ આપનારો આ ગ્રંથ છે અને વિચારધારા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
