ગુજરાતમાં ડેટા સેન્ટર પોલિસી લોન્ચ: ધોલેરામાં 7થી 8 ગીગા વોટ કેપેસિટીનું ડેટા સેન્ટર બનશે, મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્ય અર્થતંત્રનું બેક બોર્ન બનશે

ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચ કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજની પોલિસી થકી ટેક્નોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણની સાચવણીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત અર્થતંત્રનું બેક બોર્ન સાબિત થશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 09 Jul 2026 12:10 PM (IST)Updated: Thu, 09 Jul 2026 12:10 PM (IST)
gandhinagar-news-chief-minister-bhupendra-patel-unveils-gujarat-data-centre-policy-to-attract-ai-and-cloud-investments

Gujarat Data Centre Policy: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી’નું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યાં હતા. જે ડેટા સેન્ટર પોલિસી લોન્ચ કરવામાં આવી છે તેનાથી ગુજરાત આવનારા સમયમાં અર્થતંત્રનું બેક બોર્ન સાબિત થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ડેટા સેન્ટર માટે ગુજરાત કેમ ? એના કારણ એ છે કે સ્થિર સરકાર, પોલિસી ડ્રીવન સરકાર. માંગ વધારે છે અને પોલીસી મર્યાદિત છે. જે ટ્રેન ચૂકી જશે એ જીંદગીભર પસ્તાશે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ગુજરાત ડેટા સેન્ટર હબ બનશે. 6 લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ થઇ શકે છે.

ગુજરાત અર્થતંત્રનું બેક બોર્ન સાબિત થશેઃ મુખ્યમંત્રી

ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લોન્ચ કરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ મળે તો કેવા પરિણામ આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આજનો આ કાર્યક્રમ છે.સમય કરતાં બે કદમ આગળ વિચાર કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ડેટા વિકસિત ભારતનો આધાર બની રહ્યો છે. ભારત વિશ્વમાં સૌથી મોટા ડેટા યુઝર અને ઉત્પાદક પૈકીનો એક દેશ છે. દેશને ગ્લોબલ હબ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. ગુજરાત વડાપ્રધાનના દરેક સપનાને હકીકતમાં પલટાવે તેવું રાજ્ય છે.

 

તેમણે વધુમાં કહ્યું કે, આજે ડેટા સેન્ટર પોલિસી જાહેર કરી છે. આ નિતીથી ક્લાઉડ સર્વિસ, ડિજિટલ વ્યવહાર, ડિજિટલ ગવર્નન્સ જેવી સેવા વધુ સક્ષમ બનાવી શકીશું. ગુજરાતમાં વૈશ્વિક કક્ષાની માળખાકીય સુવિધા છે. સાણંદ - ધોલેરા દેશના કેપિટલ ક્ષેત્ર બનવા તરફ આગળ વધી રહ્યા છે. આજની પોલિસી થકી ટેક્નોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણની સાચવણીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં ગુજરાત અર્થતંત્રનું બેક બોર્ન સાબિત થશે.

ગુજરાત અને દેશ જો નક્કી કરે છે તો તેને જમીન પર લાવવાની તાકાત ધરાવે છે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશે એવો સમય જોયો હતો કે 1976ની કેબિનેટમાં સેમિકન્ડક્ટર માટે નિર્ણય લેવાયો પણ 1990 સુધી આ નિર્ણય ફેલ થયો. 2006માં ફરીથી આ મિશન માટે નિર્ણય લેવાયો પણ 2009માં એ ફેલ થયો. એવો પણ સમયે દેશે જોયો છે કે 2021માં સેમિકન્ડક્ટર મિશન અંગે નિર્ણય લેવાયો. 4 મહિનામાં સેમિકન્ડક્ટર ઓફસેટનું લોકાર્પણ થયું છે. આ બતાવે છે કે ગુજરાત અને દેશ જો નક્કી કરે છે તો તેને જમીન પર લાવવાની તાકાત ધરાવે છે. અહીંની ડેટા સેન્ટર પોલિસી દેશના અનેક રાજ્યોમાં ડેટા સેન્ટરની વાતો જરૂર થઈ પણ ગુજરાત એવું પહેલું રાજ્ય કે જેણે સત્તાવાર આ પોલિસી લોન્ચ કરી છે. 7.5 ગીગા કેપેસિટી માટે પોલીસી લોન્ચ કરી છે એ આંકડા ધોલેરાના જ છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં જે પોલીસી લોન્ચ થઈ છે તેના કરતાં ડબલ કેપેસિટીની ડીમાન્ડ આવે છે. આ પોલીસી લોન્ચ થતાં ની સાથે જ લોકોએ પોતાની પસંદગી ગુજરાતમાં દર્શાવી છે. ડેટા સેન્ટર માટે ગુજરાત કેમ ? એના કારણ એ છે કે સ્થિર સરકાર, પોલિસી ડ્રીવન સરકાર. ડેટા સેન્ટર માટે પાણીની મહત્તમ જરૂર હોય છે. તેના માટે ગુજરાત 100 ટકા ગેરંટી આપે છે. પણ એની સાથે સાથે પોલિસીમાં એનર્જી અને પાણીની સસ્ટેનિબિલિટીનું વધારે ધ્યાન રાખ્યું છે. 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો પડશે. મહત્તમ પાણી દરિયામાંથી લઈને મીઠું પાણી કેવી રીતે આપી શકાય એ વાત પોલિસી ની અંદર છે.

naidunia_image

દુનિયામાં સૌથી વધુ કેપેસિટીવાળુ સિટી ધોલેરા હશેઃ હર્ષ સંઘવી


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયામાં સૌથી વધારે કેપેસિટી વાળું સિટી જો કોઈ હશે તો એ ધોલેરા હશે. આ માટેની તમામ તૈયારી થઈ ગઈ છે. સ્ટેક હોલ્ડર્સ ની મિટીંગ બોલાવીશું, જમીન ના પોકેટ બતાવીશું, નોડલ અધિકારીની નિમણૂંક કરીશું જેથી ઝડપી કામગીરી થાય. ધોલેરામાં એરપોર્ટ પણ ચાલુ થાય છે. સેમી હાઈ સ્પીડ ટ્રેન અમદાવાદથી ધોલેરા શરૂ થશે. ધોલેરા આગળ વધી રહ્યું છે ત્યારે ડેટા સેન્ટરની સાથે સાથે જીસીસીનું હેડ ક્વાર્ટર ધોલેરા કેવી રીતે બની શકે તેના પ્રયાસ સરકાર કરી રહી છે. માંગ વધારે છે અને પોલીસી મર્યાદિત છે. જે ટ્રેન ચૂકી જશે એ જીંદગીભર પસ્તાશે.

naidunia_image

ગુજરાત ડેટા સેન્ટર હબ બનશેઃ અર્જુન મોઢવાડિયા

રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે ડેટા સેન્ટર પોલિસી લોન્ચ થઈ છે. જે ડેટા સેન્ટર બનશે એમાં ગુજરાત અને ભારત ડેટા માટે એપી સેન્ટર બનશે. યુએસમાં 5400 ડેટા સેન્ટરમાં 16થી 17 ગીગા વોટ કેપેસિટી છે જ્યારે ભારતમાં 200 ડેટા સેન્ટર છે. આ પોલિસી લોન્ચ થાય એ પહેલા 14 લોકોએ 10 ગીગા વોટની કેપેસિટી વાળું ડેટા સેન્ટર બનાવવા પ્રપોઝલ આપ્યું છે. ગુજરાત ડેટા સેન્ટર હબ બનશે. ધોલેરામાં 7થી 8 ગીગા વોટ કેપેસિટીનું ડેટા સેન્ટર બનશે. રોજગારીનું સર્જન થશે.

naidunia_image

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ માટે પાણીની વધારે જરૂરી પડશે. દરિયામાંથી ડી સેલિનેશન કરીને પાણીનો ઉપયોગ કરવામાં આવશે. 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે જેથી કુદરતી સંસાધનો પર બોજ નહિ પડે. રોકાણની વધારે પ્રપોઝલ પણ ગુજરાતને મળી છે. આ હાઈપર સ્કેલ ડેટા સેન્ટર છે એટલે નાના રોકાણકારો છે. મેટા અને ગુગલ જેવી પાર્ટી આવશે. ટ્રાન્સમિશન નેટવર્ક મજબૂત કરવામાં આવશે. આ પોલિસી થકી 6 લાખ કરોડનું રોકાણ થવાની સંભાવના છે. નેચરલ રિસોર્સમાં પાણી અને એનર્જી છે. પાણી ડિ સેલિનેશનથી લવાશે. ઓછામાં ઓછી 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો પડશે.