Gandhinagar News: ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયુસેના દ્વારા 'સેખોન ઇન્ડિયન એરફોર્સ મેરેથોન 2025નું આયોજન ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ હેડ ક્વાર્ટર ખાતે પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં 800થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શહીદ સેખોનને શ્રદ્ધાંજલિ
આ મેરેથોનનું સમગ્ર આયોજન ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું. જેમને તેમના વીરતાપૂર્ણ કાર્ય માટે પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટને સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, એર માર્શલ નગેશ કપૂર દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.
ત્રણ કેટેગરીમાં દોડનું આયોજન
આ ઇવેન્ટમાં સ્પર્ધકો માટે ત્રણ જુદી જુદી કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ પોતાની ક્ષમતા મુજબ આ કેટેગરીમાં દોડ લગાવી હતી. 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર.
આ મેરેથોન માટે કૂલ 900 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી અંદાજિત 800 લોકોએ દોડમાં ભાગ લઈને વાયુસેનાની ઉજવણીને યાદગાર બનાવી હતી. મેરેથોનના અંતે પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિજેતા સ્પર્ધકોને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રથમ વખતનું આયોજન, મોટો ઉત્સાહ
વિંગ કમાન્ડર પી. એસ. રાઠોડે આ આયોજન વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ 'સેખોન ઇન્ડિયન એરફોર્સ મેરેથોન'નું આયોજન પ્રથમ વખત ગાંધીનગરમાં કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ ફ્લાઇંગ ઓફિસર સેખોનના શૌર્યને સન્માનિત કરવા અને જાહેર જનતાને વાયુસેના સાથે જોડવાનો એક સફળ પ્રયાસ છે. 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદથી ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
