ગાંધીનગર.
G-20: ભારત 2023માં G-20 સમૂહના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં G-20ને લગતી ઈવેન્ટ્સ યોજાવાની છે. ગુજરાતમાં પણ G-20ને લગતી 15 ઈવેન્ટ્સ યોજાવાની છે અને B-20 મીટિંગ આ સિરીઝની પ્રથમ ઈવેન્ટ છે. રવિવારથી ગાંધીનગરમાં બિઝનેસ-20 મીટીંગનો પ્રારંભ થઇ ચૂક્યો છે. બિઝનેસ-20 એ G-20 સમૂહના વર્તમાન અધ્યક્ષ તરીકે ભારતમાં નિર્ધારિત કાર્યક્રમોનો એક ભાગ છે. બેઠકમાં નીતિ વિષયક ભલામણો તૈયાર કરવામાં આવશે.
આજે B-20 કાઉન્સિલનો ઔપચારિક ઉદઘાટન સમારોહ યોજાશે. G-20 દેશોના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા 150થી વધુ નીતિ નિર્માતાઓ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, CEO અને વરિષ્ઠ અધિકારીઓ કાઉન્સિલમાં ભાગ લેશે.
B-20 કાઉન્સિલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને G-20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન ઉપસ્થિત રહેશે.
કાઉન્સિલમાં જળવાયુ પરિવર્તન ડિજિટલ સહકાર, ટકાઉ મૂલ્ય સાંકળો અને નાણાકીય સમાવેશ જેવા બહુપક્ષીય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરાશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો