મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા સંસદ ભવનના લોકોર્પણ કાર્યક્રમને લઇને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંસદ ભવનના લોકોર્પણ કાર્યક્રમના વિરોધની નિંદા કરી છે. વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા વિરોધને અયોગ્ય ગણાવ્યો હતો. તેમજ આ વિરોધને દેશના લોકતાંત્રિક મુલ્યો અને સંવિધાનિક માન્યતાઓ ઉપર હુમલો ગણાવ્યો હતો. લોકતંત્રમાં સાંસદ એક પ્રવિત્ર સંસ્થા છે. લોકોનો હદયના ધબકારા સમાન છે.
સંસદમાં દેશની નીતિઓ પર નિર્ણય થાય છે. આ નિર્ણયોથી લોકોના જીવનમાં બદલાવ આવે છે. પાછલા 9 વર્ષમાં વિપક્ષીદળોએ વારંવાર સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલંધન કર્યુ છે. સંસદસત્રમાં વિપક્ષીદળ બાધારુપ બન્યા છે. બહિષ્કારનો આ નિર્ણય લોકતાંત્રિક પ્રક્રિયાનું સરેઆમ અપમાન કરવા બરાબર છે. જીએસટી વિશેષ સત્રનો બહિષ્કાર તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અધ્યક્ષપણે કરવામાં આવ્યો હતો. પ્રણવ મુખર્જીના ભારતરત્ન પ્રદાન કાર્યક્રમનો બહિષ્કાર પણ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ નિર્વાચિંત થવા બદલ સામાન્ય શિષ્ટ્રાચારમાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૃમૃ તેઓના અનાદર રાજનેતિક મર્યાદાના નિમ્ન સ્તર પર પહોંચાડી હતી. આ માત્ર તેઓનું અપમાન ન હતુ પણ અનુસુચિત જાતિ અને જનજાતિ સમુદાયનું સીધુ અપમાન હતુ. આજ ગઠબંધનોએ આપાતકાળ લાગુ કરી કલમ 356નો વારંવાર દુરુપયોગ કરી નાગરિકો સ્વાંતંત્ર્યતાનું હનન કર્યુ હતુ.
વિપક્ષીદળોએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર જેવા અનેક દેશ સેવકોનું અપમાન કર્યુ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, આઝાદીના અમૃતકાળમાં સૌ આગળ વધી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા દેશના 140 કરોડ નાગરિકોનું થવા જઇ રહ્યુ છે તે ક્યારેય ભુલાય તેમ નથી.