કેન્દ્ર સરકારે ખેડૂતોને આર્થિક રીતે મદદરૃપ થવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગુ કરી હતી. જેના થકી ખેડૂતોને તબક્કાવાર કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 63.49 લાખ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. જેમાં 4.56 લાખ ખેડૂતો ખોટી રીતે આ યોજનાનો લાભ લીધો હોવાની વિગત સામે આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો લાભા લેતા ખેડૂતોના KYCની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ખેડૂત દ્વારા રજૂ કરવામા આવેલા પુરવાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 4.56 લાખ એવા ખેડૂતો હતા જેમણે ખોટા પુરાવા કે ખોટા ખેડૂતો ઉભા કરીને આ યોજનાનો લાભ લીધો છે. જો કે, કૃષિ વિભાગે કેન્દ્ર સરકાની સુચનાથી 4.56 લાખ ખેડૂતોના યોજનાનો લાભ સ્થગિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય કૃષિ વિભાગને જે સુચના મળશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગ રાજ્ય કૃષિ નિયામક એસ.જે. સોલંકીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 4.56 લાખ જેટલા ખેડૂતોએ ખોટી રીતે પીએમ સન્માન નીધી યોજનાનો લાભ લીધો છે. આ ખેડૂતોના પુરાવા તપાસ કરતાં સમગ્ર બાબતો સામે આવી છે. કેન્દ્ર સરકારની સુચના પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 4.56 લાખ ખેડૂતોની યોજનાનો લાભ હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉ આ ખેડૂતોએ જે લાભ લીધો છે તેની કેવી રીતે રિકવરી કરવી તે કેન્દ્ર સરકારની સુચના પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં મરણ પામેલા ખેડૂતોના નામે સહાયનો લાભ લેવામાં આવતો હતો. કેટલાંક ખેડૂતો ખોટા પુરાવા ઉભા કરીને યોજનાનો લાભ મેળવતા હતા. કેટલાંક ખેડૂતો આવક મર્યાદા વધુ હોવા છતાં યોજનાનો લાભ મેળવતા હતા. આમ પુરાવા તપાસ કર્યા બાદ 4 લાખ કરતાં વધારે બોગસ રીતે લાભ લેતા ખેડૂતો ઓળખ કરવામાં આવી છે.
રાજ્યમાં 63.56 લાખ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. પીએમ સન્માન નીધિ યોજનના 12 મા હપ્તા વખતે રાજ્યના ખેડૂતોના ખાતામાં 1023 કરોડ રકમ જમા થઇ હતી. દેશમાં 8 કરોડ કરતાં વધુ ખેડૂતો આ યોજનાનો સીધો લાભ મળવી રહ્યા છે. છેલ્લે કર્ણાટક ખાતે વડાપ્રધાન દ્વારા પીએમ સન્માન નીધી યોજનાનો 13 મા હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.