Gandhinagar News:ગાંધીનગર ખાતે 15મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM 2026નો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

આ પ્રદર્શનને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) તેમજ ઓઢવ, કઠવાડા, નરોડા, સાંતેજ, સાણંદ, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 23 Oct 2026 10:26 PM (IST)Updated: Fri, 23 Oct 2026 10:26 PM (IST)
15th-india-industrial-fair-udyam-2026-begins-in-gandhinagarcm-bhupendra-patel-attends

Gandhinagar News:દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ના સર્વાંગી વિકાસ અને નવી વ્યાપારિક તકોના સર્જન માટે લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત પ્રદેશ) દ્વારા 23 થી 26 ઓક્ટોબર,2026 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC), ગાંધીનગર ખાતે 15મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 

આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત પ્રદેશ)ના પ્રમુખ ઈશ્વર પટેલ, મંત્રી હંસરાજ ગજેરા, ક્ષેત્રીય પ્રભારી વજુ વઘાસિયા, સૌરાષ્ટ્ર સંભાગ પ્રમુખ દિનેશ ડાંગરિયા, સૌરાષ્ટ્ર સંભાગ મંત્રી જયકુમાર માવાણી, કર્ણાવતી સંભાગ પ્રમુખ અરવિંદ પટેલ, કર્ણાવતી સંભાગ મંત્રીઅશોકભાઈ પટેલ, કર્ણાવતી પ્રમુખ જયકલ્પ પટેલ અને કર્ણાવતી મંત્રી મેહુલ યાદવ સહિતના હોદ્દેદારો અને એક્ઝિબિશન કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રદર્શનના બીજા દિવસે એટલે કે 24 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 3 વાગ્યે કન્વિક્શન હોલ (Conviction Hall), હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ગુજરાતની લાર્જેસ્ટ ઈનફ્લુએન્સર મીટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નવા વિચારો (Ideas), નેટવર્કિંગ (Networking) અને નવી વ્યાપારિક તકો અંગે ચર્ચા થશે.

ઉદ્યોગો માટે કુશળ માનવબળ અને યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશથી પ્રદર્શનના અંતિમ દિવસે, 26 ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ એક વિશાળ 'રોજગાર મેળો' પણ યોજાશે.

ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રકાશચંદજી, ડૉ. ભરત પટેલ, પ્રાંત સહ સંચાલક, ગુજરાત પ્રાંત, આરએસએસ, ગુજરાત પ્રભારી ઘનશ્યામ ઓઝા, મુકેશ મલકાન, સાહસનચાલકજી, સૌરાષ્ટ્ર પ્રાંત અને સહિતના મહાનુભાવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રદર્શનને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) તેમજ ઓઢવ, કઠવાડા, નરોડા, સાંતેજ, સાણંદ, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે. આ પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શનકારો અને 1 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે. એન્જિનિયરિંગ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ટૂલિંગ, કાસ્ટિંગ અને સંરક્ષણ ક્ષેત્ર સહિતના વિવિધ ઉદ્યોગો માટે આ પ્રદર્શન B2B સંપર્કો વિકસાવવા અને નવા સપ્લાયર્સ શોધવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે.