કિશન પ્રજાપતિઃ
હનુમાન જયંતીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સાળંગપુર ધામ મઘમઘી રહ્યું છે. અહીં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ હનુમાન જયંતીના આગલા દિવસે હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી દેશની પહેલી મૂર્તિ 'કિંગ ઓફ સાળંગપુર'નું સાંજે 4 વાગ્યે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ અને સંતો દ્વારા લોકાર્પણ કરાશે.
મહત્ત્વનું છે કે, કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ચરનો સુભગ સમન્વય છે. જે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી અને વડીલ સંતોના માર્ગદર્શનમાં બનાવાયો છે. આ કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટની વિશેષતા અંગેની રસપ્રદ માહિતી અમે અહીં ઇન્ફોગ્રાફિક્સ દ્વારા રજૂ કરી રહ્યા છીએ.
ગ્રાફિક્સઃ હરિઓમ શર્મા






