Devbhumi Dwarka News: આસો પૂનમના પાવન અવસરે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઉમટ્યું હતું. આસો સુદ પૂર્ણિમાંના પવિત્ર દિવસે ગોમતી નદીમાં સ્નાન કર્યા પછી ભકતો જગતમંદિરમાં ભગવાન કાળિયા ઠાકરના દિવ્ય દર્શન માટે ભાવિકો દ્વારકા પહોંચી ગયા હતા.
દ્વારકા મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ
ચાર ધામોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા દ્વારકા ખાતે વહેલી સવારે 6 વાગ્યાથી જ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે મંદિરની છપ્પન સીડીઓ ચડીને સ્વર્ગ દ્વાર મારફતે પ્રવેશ્યા હતા. આસો પૂનમના પાવન અવસરે ભક્તો ભગવાનના દિવ્ય અને અલૌકિક દર્શન કરીને ધન્ય બન્યા હતા. તેમજ ભક્તો દ્વારા પરિવારમાં સુખ અને શાંતિ રહે તે હેતુથી પ્રાર્થના કરી હતી.
પોલીસ તંત્રનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગુજરાતના ખુણે ખુણેથી મોટી સંખ્યામાં ભક્તો આસો પૂનમે દ્વારકાધીશના દર્શન માટે દેવભૂમિ દ્વારકા પહોંચી ગયા હતા. તેની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય અને ભક્તો શાંતિપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે પોલીસ તંત્રે ચુ્સ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે, વિક્રમ સંવત 2082ની અંતિમ પૂનમનું વિશેષ પૂર્ણિમાં હોવાથી આ પૂનમનું વિશેષ ધાર્મિક મહત્વ રહ્યું હતું.
