Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકાના ચુર ગામની ઘટના, સીમમાં સુતેલા બાળક પર જંગલી શિયાળે હુમલો કર્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 16 Feb 2024 12:01 PM (IST)Updated: Fri, 16 Feb 2024 12:02 PM (IST)
devbhoomi-dwarka-news-the-child-was-attacked-by-a-wild-jackal

Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકાના ચુર ગામમાં એક બાળક પર શિયાળે હુમલો કર્યો હોવાની ઘટના બની છે. ચુર ગામમાં ગત રાત્રે સીમ વિસ્તારમાં એક શ્રમિક પરિવારનું બાળક સુતુ હતું ત્યારે જંગલી શિયાળે તેના પર હુમલો કર્યો હતો. જંગલી શિયાળે હુમલો કરી મોઢાના ભાગે ઇજા પહોંચાડતા બાળકને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ચુર ગામની સીમમાં ખેતીકામ કરવા માટે એક પરપ્રાંતિય શ્રમિક પરિવાર આવ્યો હતો. ગતરાત્રે શ્રમિક પરિવાર સુતો હતો ત્યારે તેમના બે વર્ષના માસુમ બાળક કિશન સરમા હજનાથ પર જંગલી શિયાળે હુમલો કર્યો હતો અને મોઢાના ભાગે શિયાળ કરડ્યું હતું.

શિયાળે હુમલો કરતા બાળકે બૂમાબૂમ કરી મુકી હતી. બાળકની બૂમો સાંભળીને પરિવાર જાગી ગયો હતો અને શિયાળને ભગાડી મુકતા બાળકનો બચાવ થયો હતો. પરંતુ શિયાળે બચકા ભરી લેતા ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે પ્રથમ ખંભાળિયાની હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.