Cyclone Biparjoy: ઓખાનો દરિયો ગાંડોતુર બન્યો, ડાલડા બંદર પર બોટમાં નુકસાન થયું

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 15 Jun 2023 01:09 PM (IST)Updated: Thu, 15 Jun 2023 01:09 PM (IST)
cyclone-biparjoy-okha-sea-becomes-rough-boats-damaged-at-dalda-bunder

Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડાંને લીધે આજે વહેલી સવારથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.જેના લીધે દરિયો ગાંડોતુર બન્યો છે. જેમાં ઓખાના ડાલડા બંદરે મંગાવેલી બોટોમાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

ઓખાન ડાલડાં બંદર અને ફિશિંગ પ્લોટ એરીયાના વિસ્તારમાં વાવાઝોડાંના તોફાની પવનના લીધે દરિયાના પાણી અંદર ઘૂસ્યા હતા. જેના કારણે રહેવાસીઓને પણ ભારે કલાકે ભોગવી પડી રહી છે. આ ઉપરાંત દરિયા કિનારા નજીકના કાચા ઝૂપડાં તૂટી ગયા છે અને પતરા ઊડી રહ્યા છે. તંત્ર દ્વારા સલામતીના પગલા રૂપે ત્યાંના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.