Dang News: ડાંગના આહવા ઘાટમાં શિવ મંદિર પાસે ભેખડો ધસી, તંત્રએ યુદ્ધના ધોરણે કામ હાથ ધરી રસ્તો ખુલ્લો કર્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 28 Jul 2023 04:49 PM (IST)Updated: Fri, 28 Jul 2023 04:50 PM (IST)
dang-news-rock-collapses-near-shiva-temple-in-ahwa-ghat

Dang News: ડાંગ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં મોડી રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ વરસ્યો જેને લઈને આહવા શિવ ઘાટ નજીક ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડવાની ઘટના બાદ વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. વહેલી સવારે તંત્ર દ્વારા આ માર્ગ ઉપરથી ભેખડો હટાવવાની કામગીરી હાથ ધરી માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. સુરત જિલ્લા, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે. ડાંગ જિલ્લામાં મેઘ મહેરને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તો બીજી તરફ ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભેખડ પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.

મોડી રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ વરસ્યો જેને લઈને આહવા શિવ ઘાટ નજીક ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડવાની ઘટના બાદ વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. વહેલી સવારે તંત્ર દ્વારા આ માર્ગ ઉપરથી જેસીબી મશીન સાથે ભેખડો હટાવવાની કામગીરી હાથ ધરી માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. વધઈ સાપુતારા માર્ગ સંપૂર્ણ પણે ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં મેઘ મહેર છે જેને લઈને અનેક ઝરણાઓ અને ધોધ વહેતા થયા છે તેમજ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ આહ્લાદક વાતાવરણની મજા માણવા ઉમટી રહ્યા છે. તો બીજી તરફ શ્રીકાર વરસાદને લઈને ખેડૂત આલમમાં ખુશી છવાઈ ગઇ છે.