Dahod News: દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ બેઠક યોજવામાં આવી હતી. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ દેશના ૧૦૦ જીલ્લાઓ ની પસદગી કરવામાં આવેલ છે જે પૈકી ગુજરાતના 4 જિલ્લા છે જેમાં દાહોદ જિલ્લાનો પણ સમાવેશ કરેલ છે.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે, પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ યોજના અમલીકરણ માટેની જિલ્લા ધન ધાન્ય કૃષિ સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. આ સંદર્ભે કલેક્ટરએ સંબંધિત તમામ અમલીકરણ અધિકારીઓને આ યોજનાનું સુચારું અમલીકરણ કરવા સુચના આપી હતી.
પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ મુખ્ય ત્રણ ફેક્ટર પસંદગી પામેલ છે.
- ઓછો ઉત્પાદન દર
- મધ્યમ પાક ઇન્ટેન્સીટી
- સામાન્યથી ઓછા સ્તરની ક્રેડિટ પ્રાપ્ત કરવાની ક્ષમતા
જેમાં ગુજરાતના કુલ 4 (ચાર) જીલ્લાઓ પસંદગી પામેલ છે, જેમાં કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બેઠક દરમ્યાન જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે દ્વારા પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે, આ યોજનામાં કૃષિ અને કૃષિ સંલગ્ન વિવિધ 11 વિભાગોની કુલ 36 યોજનાઓને લગત કુલ 73 ઈન્ડીકેટરની દર માસે સમીક્ષા કરવામાં આવશે. જેમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત, આત્મા, સહકાર, પશુપાલન, નાબાર્ડ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગ્રામીણ વિકાસ અને મત્સ્ય વિભાગની ભૂમિકા મુખ્ય રહેશે.
પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાની કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ થકી ટકાઉ વિકાસ, પ્રાકૃતિક/જૈવિક ખેતીનું વિસ્તરણ, પાણી અને માટીના સ્વાસ્થ્યનું સંરક્ષણ, વૈજ્ઞાનિક ઢબે ખેતી, ખેડૂતોની આવકમાં વધારો થકી, કૃષિ ઉત્પાદન વધારવુ તેમજ લાંબા ગાળા અને ટૂંકા ગાળાના ધીરાણની ઉપલબ્ધતાઓ માટે સુવિધા કરવી જેવા મહત્વની બાબતો આવરી લેવાનો છે.
જે બાબતનો જિલ્લાનો એક્શન પ્લાન સબંધિત વિભાગ ધ્વારા તૈયાર કરી રાજ્ય સરકારના લાઈન વિભાગોને મોકલવામાં આવશે, જેમાં ભૌતિક અને નાણાકીય લક્ષ્યો સમાવિષ્ટ હશે, જેથી તે સંબંધિત યોજનાઓના વાર્ષિક એક્શન પ્લાનમાં સમાવિષ્ટ કરી શકાય. યોજનાના લક્ષ્યાંક ડેશબોર્ડ પર અપલોડ કરવામાં આવશે, જે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નીતિ આયોગની ભાગીદારીથી કેન્દ્ર સ્તરે તૈયાર કરવામાં આવશે.
દાહોદ જિલ્લામાં 14-15 ઓક્ટોબર ‘કૃષિ વિકાસ દિન’ અને રવિ કૃષિ મહોત્સવ યોજાશે
દાહોદ જિલ્લામાં આગામી તારીખ 14 અને 15 ઓક્ટોબર 2025ના રોજ કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ 2025 યોજાનાર છે. જેમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી મિલેટ્સ પાકો તેમજ સરકાર વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે લાભ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. દાહોદ જિલ્લાના તમામ તાલુકા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદ આદિજાતિ મ્યુઝિયમ ખાતે,ગરબાડા તાલુકામાં માધ્યમિક શાળા ગરબાડા ખાતે ઝાલોદ એ.પી.એમ.સી. માર્કેટ ખાતે,ગોવિંદ ગુરુ લીમડી કંબોઈ ધામ ખાતે, ફતેપુરા આઇ.ટી.આઈ ખાતે ,સુખસર કૃષિ શાળા ખાતે,સંજેલી તાલુકા પંચાયત કચેરી પટાંગણમાં ખાતે,લીમખેડા હસતેશ્વર હાઇસ્કૂલ ખાતે,સીંગવડ તાલુકા પંચાયતની સામે કોમ્યુનિટી હૉલ ખાતે,ધાનપુર રાજ ઉચત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે ખાતે અને દેવગઢબારિયા પીટીસી કોલેજ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવશે કૃષિ બાગાયત આત્મા પશુપાલન મત્સ્યઉધોગ આઈ સી ડી એસ વિભાગ દ્વારા વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાકૃતિક ખેતીમાંથી મિલેટ પાકોની વાનગી ડ્રોન ટેકનોલોજી સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ કિસાન ક્રેડિટકાર્ડ નવીન જાતોનું બિયારણ ખેતીને લગતા સાધનો અને ફામ મશીનરી અંગે પ્રદર્શન કરવામાં આવશે.
