Dahod: ઝાલોદના ચાકલિયા ગામે ફુલ સ્પીડમાં બાઈક હંકારતા કાબૂ ગુમાવ્યો, ચાલક યુવકનું મોત અને પાછળ બેઠેલા યુવકનો બચાવ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 06 Jun 2024 04:17 PM (IST)Updated: Thu, 06 Jun 2024 04:17 PM (IST)
dahod-news-chakaliya-village-of-jhalod-lost-control-while-driving-a-bike-at-full-speed-the-rider-died-and-the-youth-sitting-behind-was-rescued

Dahod News: દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે એક મોટરસાઈકલના ચાલકે પુરઝડપે હંકારી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું મોત નીપજ્યું હતુ. જ્યારે પાછળ બેઠેલ અન્ય એકને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ઝાલોદના વેલપુરા ગામે ભગોરા ફળિયામાં રહેતાં સુનલિભાઈ હિરાભાઈ મોટરસાઈકલ લઈ પોતાની સાથે સંજયભાઈ કલસીંગભાઈ ગરાસીયાને પાછળ બેસાડી બંન્ને જણા ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સુનિલભાઈએ મોટરસાઈકલ પુરઝડપે અને ગલત ભરી રીતે હંકારી લાવતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે સુનિલભાઈ અને મોટરસાઈકલની પાછળ બેઠેલ સંજયભાઈ બંન્ને જણા ફંગોળાઈ જમીન પર પટકાતા બંન્ને ગંભીર ઈજા થતા તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમિયાન સુનિલભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજયભાઈ દવાખાનામાં સારવાર લઈ રહ્યાં છે. આ સંબંધે સંદિપભાઈ હીરાભાઈ ભગોરાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.