Bodeli Nagarpalika Election: બોડેલી નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકોની ફાળવણી? જાણો વિગતવાર

આ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 22 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 11 Jan 2026 05:24 PM (IST)Updated: Sun, 11 Jan 2026 06:10 PM (IST)
bodeli-nagarpalika-election-2026-ward-wise-seat-reservations-announced

Bodeli Nagarpalika Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે છોટા ઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકા(Bodeli Nagarpalika) માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી જાહેર કરી છે. આ નિર્ણય આગામી સામાન્ય ચૂંટણીઓ(Gujarat Local Body Election)માં લાગુ પડશે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ, બોડેલી નગરપાલિકા(Bodeli Nagarpalika Election)ની કુલ વસતી 28353 છે. આ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 22 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 28 બેઠકો પૈકી 22 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે, જ્યારે 6 બેઠકો સામાન્ય (બિનઅનામત) રહેશે.

વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 1 બેઠક; અનુસૂચિત આદિજાતિ (ST) માટે 5 બેઠકો, જેમાં 2 મહિલા અનામત; અને પછાતવર્ગ (OBC) માટે 8 બેઠકો, જેમાં 4 મહિલા અનામતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 6 બેઠકો સામાન્ય (બિનઅનામત) રાખવામાં આવી છે. કુલ મળીને, 22 બેઠકો વિવિધ વર્ગો અને મહિલાઓ માટે અનામત કરાઈ છે. આગામી સામાન્ય ચૂંટણીઓ આ નવા સીમાંકન અને અનામત બેઠકોના આધારે યોજાશે.

બોડેલી નગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો

કુલ વસતી (2011 પ્રમાણે) 28353
કુલ વોર્ડની સંખ્યા 7
બેઠકોની સંખ્યા 28
કુલ સ્ત્રી બેઠકો 14
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 1
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 5 ( 2 મહિલા અનામત)
પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 8 ( 4 મહિલા અનામત)
કુલ અનામત બેઠકો 22
સામાન્ય બેઠકો 6

બોડેલી નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો

વોર્ડ નં વોર્ડની વસતી પ્રથમ બેઠક (મહિલા અનામત) બીજી બેઠક (મહિલા અનામત) ત્રીજી બેઠક ચોથી બેઠક
1 3740 અ.સૂ.આ. જાતિ સામાન્ય અ.સૂ. જાતિ પછાતવર્ગ
2 4152 અ.સૂ.આ. જાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
3 4397 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
4 3986 પછાતવર્ગ સામાન્ય અ.સૂ.આ. જાતિ સામાન્ય
5 3728 પછાતવર્ગ સામાન્ય અ.સૂ.આ. જાતિ સામાન્ય
6 4297 પછાતવર્ગ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
7 4055 પછાતવર્ગ સામાન્ય અ.સૂ.આ. જાતિ સામાન્ય
કુલ 28353