Municipal Officer Suspended: ભુજમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉંઘની મજા માણવી ભારે પડી, નગરપાલિકા ઓફિસર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 30 Apr 2023 11:58 AM (IST)Updated: Sun, 30 Apr 2023 11:58 AM (IST)
municipal-officer-suspended-with-for-negligence-in-chief-ministers-program-in-bhuj

Bhuj News: શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે હતા. કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આવાસ યોજનાના આ કાર્યક્રમ દરમિયાન ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને ઉંઘની મજા માણવી ભારે પડી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંચ પરથી પ્રતિકરૂપે 20 લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ફરજ પર હાજર હતા. એક તરફ મુખ્યમંત્રીનો કાર્યક્રમ ચાલુ હતો અને બીજી તરફ પાલિકા ચીફ ઓફિસર ફરજ દરમિયાન ઉંઘની મજા માણી રહ્યાં હતા.

કાર્યક્રમ દરમિયાન ઉંઘની મજા માણી રહેલા ચીફ ઓફિસર જીગર પટેલ કેમેરામાં કેદ થઇ ગયા હતા. ફરજ દરમિયાન ઉંઘી જવું અને બેદરકારી દાખવવા બદલ પાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમને શહેરી વિકાસ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.