Kutch Fire News: કચ્છના ભચાઉમાં શુક્રવારે મોડી રાત્રે એક પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ અત્યંત વિકરાળ બની જતાં રાત્રે બચાવ અને આગને બુઝાવવાની કામગીરી ચાલી રહી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, કચ્છના ભચાઉમાં એક પ્લાયવુડ કંપનીમાં રાત્રે લગભગ 1:30 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. લાગેલી આગને બુઝાવવા માટે ઘટના સ્થળે ત્રણ ફાયર વિભાગની ગાડીઓ દોડી આવી હતી. ભચાઉમાં આવેલા ગેલેક્સી હોટેલ પાછળના ભાગે આવેલી કંપનીમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આગ ખૂબ જ વિકરાળ છે, જેના કારણે બચાવ અને અગ્નિશામક કામગીરી ચાલુ રખાઈ.
ફાયર વિભાગે આગને બુઝાવી
ફાયર અધિકારી પ્રવીણ ડાફડાએ જણાવ્યું કે, રાત્રે 1:30 વાગ્યે 112 ઈમરજન્સી લાઇન પર એક કોલ આવ્યો હતો, જેમાં મુગલ વિસ્તારમાં ગેલેક્સી હોટેલની પાછળ આવેલી પ્લાયવુડ કંપનીમાં મોટી આગ લાગી હોવાની જાણકારી મળી હતી. આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવા માટે તાત્કાલિક ત્રણ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
ફેકટરીમાં વિકરાળ આગ ફાટી
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે, જેમ જેમ આગ બેકાબૂ બની તેમ તે વધારે વિકરાળ બની ગઈ હતી. આથી આગ બુઝાવવા માટે વધારે જહેમત ઉઠાવી પડી હતી. પ્લાયવુડ કંપનીની તમામ સામાન આગની લપેટમાં આવી ગયો છે. જેથી તેને બુઝાવવી એક પડકાર બની ગયો છે. હાલના તબક્કે આગને બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.
