કચ્છમાં લાખેણી બોલી! 20 લિટર દૂધ આપતી બન્ની નસલની ભેંસ માટે અમદાવાદના માલધારીએ ચૂકવ્યા લાખો રૂપિયા

કચ્છના હોડકો પશુ મેળામાં બન્ની નસલની 6 વર્ષની મિસરી ભેંસ રૂ. 15.11 લાખમાં વેચાઈ. અમદાવાદના પશુપાલક લાલભાઈ દેસાઈએ ખરીદી. ભેંસ દરરોજ 20 લિટર દૂધ આપે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 08:32 AM (IST)Updated: Thu, 05 Nov 2026 08:32 AM (IST)
kutch-hodko-animal-fair-misri-banni-buffalo-sold-15-11-lakh-20-litre-milk

Kutch News: કચ્છના વિશ્વ પ્રસિદ્ધ બન્ની વિસ્તારમાં યોજાયેલા હોડકો પશુ મેળામાં બન્ની નસલની એક કુંઢી ભેંસ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મિસરી નામની છ વર્ષની આ ભેંસ રુ. 15 લાખ 11 હજારની માતબર કિંમતમાં વેંચાતા આજના પશુ મેળાનો મુખ્ય સિતારો બની રહી હતી.

અમદાવાદના વેપારીએ ચૂકવી માતબર રકમ

મળતી માહિતી મુજબ, નાના લુણા ગામના માલધારી જત ધુલા હાજી જીવણની આ બન્ની નસલની મિસરી ભેંસને અમદાવાદના કુંજાડ ગામના જાણીતા પશુપાલક વેપારી લાલભાઈ દેસાઈએ ખરીદી છે. લાલભાઈ દેસાઈએ રુ.15.11 લાખની આકર્ષણ રકમ ચૂકવીને આ લાખેણી ભેંસ પોતાની નામે કરી હતી.

દરરોજ 20 લિટર દૂધ આપવાની ક્ષમતા

6 વર્ષની વય ધરાવતી આ 'મિસરી' ભેંસ દરરોજ 20 લિટર જેટલું વિપુલ દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. બન્ની જાતની કુંઢી ભેંસો પોતાની ઉત્તમ ગુણવત્તા, સહનશક્તિ અને વધુ દૂધ ઉત્પાદન માટે સમગ્ર દેશમાં જાણીતી છે. પશુ મેળામાં આ ભેંસની બોલીએ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના પશુપાલકોમાં ભારે ચર્ચા જગાવી છે.