'રોણા શેરમાં રે..!'- કમ્પાલામાં 'કચ્છી કોયલ' ગીતા રબારી પર ગુજરાતીઓએ વરસાવ્યો પ્રેમ, ડાયરામાં યુગાન્ડન શિલિંગનો થયો વરસાદ; જુઓ તસવીરો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 May 2024 07:25 PM (IST)Updated: Sat, 04 May 2024 08:04 AM (IST)
kutch-folk-singer-geeta-rabari-showered-with-currency-notes-at-performance-in-uganda-kampala

Kutch: ગુજરાતની સંસ્કૃતિમાં ડાયરાનું અનેરું મહત્વ છે. એમાંય ગુજરાતના જાણીતા લોકકલાકારોના ડાયરાના પોગ્રામમાં નોટોનો વરસાદ થવો એક ફેશન થઈ ગઈ છે. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, માયાભાઈ આહીર, ફરીદા મીર, રાજભા ગઢવી અને ઉર્વશી રાદડિયા જેવા અનેક લોકકલાકારોએ ડાયરાને માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ ગુંજતો કરી દીધો છે. આ લોકકલાકારોના વિદેશમાં ડાયરા યોજાય ત્યારે તેમા ચલણી નોટોનો વરસાદ થવો સામાન્ય થઈ ગયો છે. ગીતા રબારીનો આવો જ એક ડાયરો ફરીથી ચર્ચામાં આવ્યો છે. જેમાં તેમના પર યુગાન્ડાની કરન્સી શિલિંગનો વરસાદ થયો છે.

હકીકતમાં 'કચ્છી કોયલ' તરીકે જગવિખ્યાત લોકગાયિકા અને 'રોણા શેરમાં' ગીત ફેઈમ ગીતા રબારીનો ઈસ્ટ આફ્રિકાના યુગાન્ડા દેશના કમ્પાલા શહેરમાં ડાયરો યોજાયો હતો. જેમાં 5 હજારથી વધુ ગુજરાતીઓ અને ભારતીયોએ ભાગ લીધો હતો. આ ડાયરામાં ગીતા રબારીએ પોતાના કોકીલકંઠી અવાજથી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યાં હતા. આ ડાયરા દરમિયાન ગીતા રબારી પર ઉપસ્થિત શ્રોતાજનોએ ભરપુર પ્રેમ વરસાવ્યો હોય તેમ તેમના પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.

naidunia_image

જણાવી દઈએ કે, યુગાન્ડામાં પટેલ, ખોજા, લોહાણા, મેર સમાજના લોકો મોટી સંખ્યામાં વર્ષોથી વસવાટ કરે છે. ખુદ ગીતા રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યુગાન્ડામાં યોજાયેલા ડાયરાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં સ્ટેજ પર તેઓ હાર્મોનિયમ સાથે જોવા મળી રહ્યાં છે, જ્યારે તેમની ચોતરફ ચલણી નોટોનો ઢગલો જોઈ શકાય છે.

naidunia_image

ગીતા રબારીની સફર પર એકનજર
ગીતા રબારીનો જન્મ 31 ડિસેમ્બર, 1996ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામમા થયો હતો. પાંચમા ધોરણથી ગીતો ગાતા ગીતા રબારીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભરપુર નામના મેળવી છે. તેમના ભજન, ડાયરા, લોકગીત, ગરબા અને સંતવાણી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ-વિદેશમાં આટલું નામ ગુંજતુ હોવા છતાં ગીતા રબારીએ પોતાનું ગામ નથી છોડ્યુ અને આજે પણ તેઓ પોતાના માતા-પિતા સાથે તપ્પર ગામમાં જ રહે છે. ગીતા રબારીનું 'રોણા શેરમા..' ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતુ. આ ગીતે યુ-ટ્યૂબ પર પ્રાદેશિક ભાષાના જોવાયેલા ગીતોનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગીતે ધૂમ મચાવાત યુ-ટ્યૂબ પર તેના 20 કરોડ વ્યૂઅર્સ નોંધાયા હતા.