કચ્છના આદિપુરમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરી પર પોલીસના દરોડા: લાખોનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો ઝડપાયા

આદિપુરમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર ભુજ સાયબર સેલનો દરોડો, 600 ક્વાર્ટર, 9 હજાર ખાલી બોટલ અને લાખોનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ઝડપાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 26 Aug 2026 03:41 PM (IST)Updated: Wed, 26 Aug 2026 03:41 PM (IST)
kutch-adipur-fake-english-liquor-factory-busted-police-seize-material-two-arrested

 Kutch Adipur Fake Liquor Factory: ભાવનગર જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોના કરુણ મોત થયા છે અને હાલ ચાર લોકોની સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં ચાલતા નકલી દારુના વેપલા સામે પોલીસ વિભાગ હવે વધારે સજાગ બન્યું છે, જેને પગલે ગુજરાતભરમાંથી દેશી અને વિદેશી નકલી દારુ સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરુપે કચ્છમાં આવેલા આદિપુરમાંથી ભુજ સાયબર સેલે મોટી સફળતા હાંસિલ કરી છે. આદિપુરના વોર્ડ નંબર 4/Aમાં ધમધમતી નકલી વિદેશી દારુ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.

આદીપુરમાંથી નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ

મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લાના આદિપુરમાં ગેરકાયદેસર વિદેશી દારુ બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી ભુજ સાયબર સેલને મળી હતી. બાતમીના આધારે પોલીસે ફેક્ટરી પર રેડ પાડી હતી. આ કાર્યવાહીમાં પોલીસની ટીમે આરોપી હિતેષ ભીમા ભામણિયા (મૂળ રાપર, હાલ રહે મુંબઈ) અને બ્રિજેન્દ્ર લાલચંદ જાટ (મથુરા)ની ધરપકડ કરી હતી. આરોપીઓ અગાઉ મહારાષ્ટ્રથી કેમિકલ લાવીને નકલી દારુ બનાવીને વેચાણ કરતા હતા.

રેડ દરમિયાન લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભુજ સાયબર સેલની ટીમે આદિપુરની ભાડાની દુકાનમાં રેડ પાડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ ભાડાની દુકાનમાં રોયલ ચેલેન્જના સ્ટીકર લગાવીને 180 એમએલના ક્વાર્ટરમાં બનાવટી દારુ તૈયાર કરી બજારમાં વેચતા હતા. પોલીસે રેડ દરમિયાન નકલી રોયલ ચેલેન્જના 600 ક્વાર્ટર અને 9 હજાર જેટલી ખાલી બોટલોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસને રેડ દરમિયાન નકલી દારુ બનાવવામાં વપરાતુ કેમિકલ, બોટલ સીલીંગ મશીન સહિતનો લાખોનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

હાલ પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓ બ્રિજેન્દ્ર જાટ અને ભાીમા ભામણિયા દ્વારા હાલ સુધીમાં કેટલો નકલી દારુ બનાવ્યો અને કેટલો વેચ્યો? નકલી દારુ બનાવવામાં તે કઈ કઈ બ્રાન્ડનો ઉપયોગ કરતા હતા, આ દારુ કોને ક્યાં સપ્લાય કરવાનો હતો, ઉપરાંત આ સમગ્ર રેકેટમાં કોની કોની સંડોવણી સામેલે છે તે દિશામાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

અંજારમાં બે દિવસ અગાઉ દારુ ફેક્ટરી ઝડપાઈ

બે મહિના પહેલા અંજાર તાલુકાના ગોવર્ધન પર્વતથી સતાપર ગામ તરફ જતા વચ્ચે આતી એક વાડીની ઓરડીમાં પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ડુપ્લિકેટ ઈંગ્લિશ દારુ બનાવવાની ફેક્ટરી કબજે કરી હતી., ત્યારબાદ એલસીબીની ટીમ દ્વારા ઓરડીમાંથી ખાલી દારુની બોટલો, ઠાકણા, દારુ ભરવાનું ઇલેક્ટ્રિક મશીન સહિતનો કુલ 8.79,680નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ ગુનામાં પોીલીસે રમજાન હમીરકાસમ જુણેજા અને સુનીલ શંભુભાઈ માતાની અટકાયત કરી હતી. ઉપરાંત એક આરોપી રાજેશ ઉર્ફે રાજુ પ્રજાપતિ ફરાર છે.