Kutch Accident News: કચ્છના ખાવડા નજીક ભયાનક અકસ્માતમાં 7 લોકોનાં મોત, 20 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ, ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અને અકસ્માતના કારણો અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. આ સમાચાર અપડેટ થઇ રહ્યાં છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 09 Oct 2026 11:00 AM (IST)Updated: Fri, 09 Oct 2026 11:15 AM (IST)
7-20

Kutch Accident News: કચ્છના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ખાવડા નજીક RE પાર્ક પાસે આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે બોલેરો  અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે આશરે 20 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ટ્રક નીચે દબાયેલા શ્રમિકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાં હતા

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ખાવડા નજીક RE પાર્ક પાસે બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોમાં ફસાયેલા અને ટ્રક નીચે શ્રમિકો દબાયા હતા. શ્રમિકો દ્વારા બચાવવા માટે બૂમો પાડી રહ્યાં હતા. સમગ્ર હાઇવે શ્રમિકોની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે, જ્યારે મોટી સંખ્યામાં શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

naidunia_image

ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરાઈ હોવાની પ્રાથમિક માહિતી છે. આ ગંભીર અકસ્માતને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને વાહનો વચ્ચે ટક્કર થવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.હાલ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ, ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અને અકસ્માતના કારણો અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યાં છે.