ભાવનગર.
Gujarat Paper Leak: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક પેપર લીક થયું હોવાનો દાવો કર્યો છે. જેમાં ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનું ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટિંગનું 1 એપ્રિલનું પેપર લીક થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
યુવરાજસિંહે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લીક પેપરના સ્ક્રીન શૉટ પણ શેર કરવામાં આવ્યો છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે, પેપર શરૂ થયા પહેલા જ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટિંગનું પેપર વોટ્સઅપ નંબરો પર વાયરલ થયું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે ભાવનગર યુનિવર્સિટીમાં બપોરે 3:30 થી 6 વાગ્યા દરમિયાન ફાઈનાન્સ એન્ટ એકાઉન્ટનું પેપર લેવાયું હતુ. આ પેપર પરીક્ષા શરૂ થયા પહેલા 3:12 કલાકે આ પેપર અલગ-અલગ વ્હોટ્સઅપ અને ટેલિગ્રામ પર ફરતુ થઈ ગયું હોવાનો દાવો યુવરાજસિંહે કર્યો છે.
https://twitter.com/YAJadeja/status/1642479139671396363
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ યુવરાજસિંહ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના કૉમ્પ્યૂટરનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના ટ્વીટ બાદ શિક્ષણ બોર્ડના અધ્યક્ષે પેપર લીક થયું હોવાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે, પેપર ફૂટ્યું નથી, પરંતુ પરીક્ષા શરૂ થયા બાદ વાયરલ થયું છે. આ મામલે બોર્ડ તરફથી સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતુ.