Bhavnagar News: ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે. પોરબંદર અને મુંબઇ વચ્ચે દોડતી પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં જૂન મહિના સુધી 4 વધારાના કોચ લગાવવામાં આવશે. જેમાં ત્રણ સ્લીપર કોચ હશે.
પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝને જણાવ્યું છેકે, મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ આગામી ઉનાળાના વેકેશન દરમિયાન ટ્રેનોમાં ધસારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસાર, ભાવનગર ડિવિઝનની પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)માં અસ્થાયી રીતે 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.
https://twitter.com/DRM_BVP/status/1642501482917556224
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં એક સેકન્ડ કમ થર્ડ એસી કોચ અને ત્રણ સ્લીપર કોચ લગાવવામાં આવશે. આ ચાર કોચ પોરબંદર સ્ટેશનથી 03.04.2023 થી 30.06.2023 સુધી અને દાદર સ્ટેશનથી 05.04.2023 થી 02.07.2023 સુધી લગાવવામાં આવશે.
મુસાફરો આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.