Bhavnagar Train Updates: આવતીકાલથી ભાવનગર ડિવિઝનની 12 ટ્રેનોના સમયમાં ફેરફાર, જાણો કઇ ટ્રેન હવે કેટલા વાગ્યે ઉપડશે

ભાવનગર મંડળમાંથી પસાર થતી 04 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી તથા 09 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 31 Dec 2025 12:43 PM (IST)Updated: Wed 31 Dec 2025 01:12 PM (IST)
bhavnagar-train-updates-check-new-departure-timings-of-13-trains-665281

Bhavnagar Trains Schedule Change: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, આ વખતે ભાવનગર મંડળમાંથી પસાર થતી 04 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી તથા 09 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે.

ભાવનગર મંડળમાંથી પસાર થતી કુલ 17 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, તેમજ મુસાફરીના સમયમાં 05 મિનિટથી લઈને 50 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે, જેનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓને તેમના ગંતવ્ય પર પહોંચવામાં સમયની બચત થશે.

પ્રારંભિક સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી રવાના થતી ટ્રેનો

  1. ટ્રેન નંબર 59228 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 05.10 વાગ્યાના બદલે 05.05 વાગ્યે રવાના થશે.
  2. ટ્રેન નંબર 59234 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 13.40 વાગ્યાના બદલે 13.30 વાગ્યે રવાના થશે.
  3. ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા દૈનિક એક્સપ્રેસ, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 22.10 વાગ્યાના બદલે 22.00 વાગ્યે રવાના થશે.
  4. ટ્રેન નંબર 59554 બોટાદ–ગાંધીગ્રામ પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 17.10 વાગ્યાના બદલે 17.00 વાગ્યે રવાના થશે.

પ્રારંભિક સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી રવાના થતી ટ્રેનો

  1. ટ્રેન નંબર 16333 વેરાવળ–તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 06.50 વાગ્યાના બદલે 06.55 વાગ્યે રવાના થશે.
  2. ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે.
  3. ટ્રેન નંબર 11465 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે.
  4. ટ્રેન નંબર 26902 વેરાવળ–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 14.40 વાગ્યાના બદલે 14.45 વાગ્યે રવાના થશે.
  5. ટ્રેન નંબર 19204 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.40 વાગ્યાના બદલે 19.00 વાગ્યે એટલે કે 20 મિનિટ મોડેથી રવાના થશે.
  6. ટ્રેન નંબર 59215 ભાણવડ–પોરબંદર પેસેન્જર, ભાણવડ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 21.50 વાગ્યાના બદલે 22.40 વાગ્યે એટલે કે 50 મિનિટ મોડેથી રવાના થશે.
  7. ટ્રેન નંબર 59555 ગાંધીગ્રામ–બોટાદ પેસેન્જર, ગાંધીગ્રામ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.50 વાગ્યાના બદલે 19.00 વાગ્યે રવાના થશે.
  8. ટ્રેન નંબર 59271 બોટાદ–ભાવનગર પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 15.45 વાગ્યાના બદલે 15.50 વાગ્યે રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલી રહેલા કાર્યને કારણે જે ટ્રેનો 25 જાન્યુઆરી, 2026 સુધી રદ કરવામાં આવી છે, તે ટ્રેનો રદ જ રહેશે અને તે ટ્રેનો માટે બદલાયેલ સમય કાર્ય પૂર્ણ થયા બાદ અમલમાં આવશે.