ભાવનગરવાસીઓ ખાસ નોંધ લે: તહેવારોમાં આ 10 રસ્તાઓ પર વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ

ભાવનગરમાં 3થી 9 નવેમ્બર 2026 સુધી બપોરે 2થી રાત્રે 12 વાગ્યા સુધી મુખ્ય બજારોના 10 માર્ગો પર વાહનો માટે પ્રતિબંધ. જાણો બંધ રસ્તા અને વૈકલ્પિક માર્ગોની વિગત.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 07:30 AM (IST)Updated: Wed, 04 Nov 2026 07:30 AM (IST)
bhavnagar-traffic-notification-diwali-2026-closed-roads-alternative-routes

Bhavnagar traffic Notification: દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકનું સુચારુ નિયમન જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી ગોવાણી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન સ્થાનિક અને બહારગામના લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે આવતા હોવાથી બજારોમાં ભારે ભીડ થવાની શક્યતા રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળતા માટે ચોક્કસ માર્ગો પર વાહનોની અવરજવર અને પાર્કિંગ પર મનાઈ ફરમાવવામાં આવી છે.

ક્યાં સુધી રહેશે માર્ગો પર પ્રતિબંધ

આ જાહેરનામા પ્રમાણે, ભાવનગર શહેરમાં 3 નવેમ્બરથી 9 નવેમ્બર 2026 સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પ્રતિબંધ રાખવામાં રાખ્યો છે. તમામ પ્રકારના ભારે અને હળવા વાહનોની અવરજવર, વાહન ઊભા રાખવા કે પાર્કિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો

જાહેરનામાના સમય દરમિયાન (બપોરે 2થી રાત્રે 12) વાહનચાલકો નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકશે જેમાં શેલારશા ચોકથીસ્ટેશન રોડ તરફ, મોતીબાગ ટાઉનથીનવાપરા ચોક થઈ હલુરિયા ચોક અને ત્યાંથી દિવાનપરા રોડ તરફ વૈકલ્પિક માર્ગોનો વાહનચાલકો પોતાના વાહનો લઈને જઈ શકશે. જાહેરનામાનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામેગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિબંધિત માર્ગોની યાદી (બંને તરફ)

  • ગોળ બજારથીએમ.જી. રોડ સુધી
  • શેલારશા ચોકથીહેરીસ રોડના નાકા સુધી
  • બાર્ટન લાઇબ્રેરીથીવોરા બજાર થઈ એમ.જી. રોડ સુધી
  • હલુરિયા ચોકથીહાઈકોર્ટ રોડ થઈ ઘોઘાગેટ સુધી
  • ગંગાજળિયા તળાવથીહેવમોર ચોક થઈ ઘોઘાગેટ સુધી
  • ડબગરવાળી શેરીથીહાઈકોર્ટ રોડ
  • ઘોઘાગેટ ઝુલેલાલ મંદિરથી એમ.જી. રોડ થઈ ખારગેટ સુધી
  • હલુરિયા ચોકથીપીરછલ્લા રોડ થઈ ટી.બી. જૈન સ્કૂલ, એમ.જી. રોડ સુધી
  • જમાદાર શેરીથીએમ.જી. રોડ સુધી
  • હજૂરપાઈગા રોડથીહાઈકોર્ટ રોડ