Bhavnagar Rains: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં વરસાદ થયો છે. ભાવનગરના ગારિયાધારમાં ચોમલ ગામે પાણીના વહેણમાં તણાયેલા એક યુવકનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, ગારિયાધાર પંથકના ચોમલ ગામે ભારે વરસાદના પગલે રસ્તા પર વહી રહેલા જોખમી પાણીએ એક યુવાનનો જીવ લીધો હતો. બાઈક પર જઈ રહેલો યુવક પાણીના વહેણમાં તણાઈ જતાં સ્થાનિક તરવૈયાઓની મહેનત છતાં તેની જિંદગી બચાવી શકાઈ ન હતી.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં 2 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.
ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…
- ગારિયાધાર તાલુકામાં 2.13 ઈંચ વરસાદ
- શિહોર તાલુકામાં 1.81 ઈંચ વરસાદ
- ભાવનગર તાલુકામાં 0.67 ઈંચ વરસાદ
- વલ્લભીપુર તાલુકામાં 0.39 ઈંચ વરસાદ
- પાલીતાણા તાલુકામાં 0.20 ઈંચ વરસાદ
- મહુવા તાલુકામાં 0.08 ઈંચ વરસાદ
