Bhavnagar News: ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત, પરષોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 25 Apr 2024 03:55 PM (IST)Updated: Thu, 25 Apr 2024 03:55 PM (IST)
bhavnagar-news-songadh-village-shut-down-in-protest-against-parshottam-rupala

Bhavnagar News: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાનો રાજ્યભરમાં વિરોધ સતત વધી રહ્યો છે. રુપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ -2 શરૂ કરવામાં આવ્યું છે. આજે ભાવનગર જિલ્લાના સોનગઢ ગામમાં રુપાલા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધના પગલે સોનગઢ ગામ સજજડ બંધ રહ્યું છે.

સિહોર તાલુકાના સોનગઢ તાલુકામાં પરષોત્તમ રુપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધમાં ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. જેમાં સમાજના લોકોએ પણ સાથ આપ્યો હતો. ગામના લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો સાથે વેપારીઓએ પણ રુપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

બીજી તરફ ગત રત્રિના સમયે  જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જામજોધપુરમાં રેલી યોજી હતી, જેમાં રાજપૂત સમાજના યુવાનોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. જોકે, રાજપૂત સમાજના યુવાનો હોલમાં પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જામજોધપુરમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત એલસીબી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.