Bhavnagar News: 181 માં મહિલા હેલ્પ લાઇન એ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે એક અંત્યત મહત્વપૂર્ણ પહેલ છે. તે માટે કટોકટી ની પરિસ્થિતિઓમાં મદદ જ નથી કરતી , પરંતુ મહિલાઓને કાનૂની સલાહ કાઉન્સેલિંગ અને સામાજિક સહયોગ પણ પૂરો પાડે છે. જિલ્લાઓની સુરક્ષા સન્માન અને સશક્તિકરણ માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓ માટે આશાનું કિરણ બનીને ઊભરી છે ઘરેલુ હિંસા, છેડતી, બાળલગ્ન કે અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓ માટે મહિલા હેલ્પલાઇન સાચા અર્થમાં સંજીવની સમાન છે તાજેતરમાં જ એક પરણીતાનો લગ્ન સંસાર તૂટતા બચાવ્યો હતો.
વાત જાણે એમ છે કે એક પીડીતા એ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરેલ અને તેમની સાથે થયેલ બનાવવાની જાણ કરી હતી અને વ્યથા ભેર જણાવ્યું હતું કે તેમના પતિ જબરજસ્તી દબાણપૂર્વક મહુવા ખાતે છૂટાછેડા કરવા લઈ જાય છે. આથી પીડિતાના ભાઇને આની જાણ થતા તેમણે 181 માં સમસ્યાના સમાધાન માટે મદદ માંગતા પીડિતાના પતિને કાઉન્સેલિંગથી સમજાવવામાં આવ્યા હતાં.
પીડિતા બહેને 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી તેમના સાસુ જોડે થયેલ માથાકુટમાં પીડિતા જોડે થતી ઘરેલું હિંસાની ઘટનાની જાણ કરી હતી પીડિતા એ વ્યથાભેર જણાવ્યું હતું કે, તેમના સાસુ સસરા અલગ બાજુમાં મકાનમાં રહે છે પીડિતાના પતિને સ્પષ્ટ કહી દીધું છે કે પીડિતાને કોઈ પણ સંજોગોમાં છૂટાછેડા આપી દે ઘરમાં ના રાખે આવા સંજોગોમાં પીડિતા પહેલા સંકોચ અનુભવી રહ્યા હતા. પીડિતા એ સમાજનો વિચાર કર્યા વગર 181 માં કોલ કરેલ એ ખરેખર વખાણવા લાયક પગલું છે.
181 ટીમ કોલ આવ્યા બાદ તરત 181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા, મહિલા કોન્સ્ટેબલ પાયલ બેન તથા પ્રદીપભાઇ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ પીડિતાનું કાઉન્સેલિંગ કરતા પીડિતાએ પોતાની મનોવ્યથા જણાવેલ કે પીડિતા બેનના લગ્નનો છ વર્ષ જેટલો સમય થયો છે પીડિતાનું દામ્પત્ય જીવન ખૂબ સુખી છે લગ્ન સંસારથી એક 3 વર્ષનો દીકરો છે અને હાલ 3 મહિનાનો ગર્ભ પણ છે તેમના સાસુ-સસરાની હરકતોથી પીડિતા ત્રાસી ગયા છે. પીડિતાના સાસુ પીડિતા વિશે ગેરશબ્દો બોલતા હતા.
છતાં પતિ તેમના માતાને કઈ કહેવાની જગ્યાએ પીડિતાને જબર જસ્તી દબાણપૂર્વક કોર્ટમાં નોટરી દ્વારા છૂટાછેડા કરાવવા લાવ્યા હતા .પરંતુ પીડિતા છૂટા છેડા કરવા માંગતા નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 181 ટીમે પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. પતિ પત્ની બંને સાથે જ હોઈ પતિ પીડિતાને રાખવા જ તૈયાર ના હોઈ પતિ એક જ વાત રટતા હોઈ કે પત્ની એ માતા સામે બોલ્યા પરંતુ પીડિતાના પતિને સમજાવતા સમજી ગયા હતા. કોર્ટ પહોંચેલ પતિએ પત્નીને કોઈ પણ દબાણ વગર પોતાની સાથે રાખવા 181 ટીમને જણાવ્યું હતું. અને ભવિષ્ય ના ક્યારેય ફરી આવું નહિ થાય એવું જણાવ્યું હતું.
આમ, 181 મહિલા અભયમ ટીમની સક્રિયતા, સંવેદનશીલતા અને નિષ્ણાંત માર્ગદર્શનના કારણે સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું અને પીડિતાને ન્યાય મળ્યો હતો. જેણે પીડિતાને માનસિક શાંતિ આપી અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સુનિશ્ચિત કર્યું હતું. આ ઘટના 181 હેલ્પલાઇનની કાર્યક્ષમતા અને મહિલાઓની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમની સમયસરની દખલગીરી અને સંવેદનશીલ અભિગમ આવા સંવેદનશીલ કેસોમાં કેટલો મહત્વપૂર્ણ છે તે સ્પષ્ટ થાય છે.
