Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાલિકામાં પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્તના પગલે ગઈકાલે બુધવારે સાધારણ સભા મળી હતી. જોકે મોવડી મંડળના કારણે આ દેબાસ્ત પાછી ખેંચાઈ હતી.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સાધારણ સભામાં ભાજપના 19 સભ્યો ગેરહાજર રહ્યા હતા. તેથી પ્રમુખ સામે રોષ યથાવત હોવાનું ચર્ચાય રહ્યું છે. નગરપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસ અને અપક્ષના નગરસેવકોના ટેકાથી 12 સભ્યનું ફોરમ થયું હતું.
