OPEN IN APP

Bhavnagar Dummy Candidate Case:ભાવનગર ડમી ઉમેદવારકાંડઃ SITની ટીમે ટ્રેઇની પીએસઆઇ અને બીપીટીઆઈના ક્લાર્કની ધરપકડ કરી

By: Rakesh Shukla   |   Updated: Tue 18 Apr 2023 08:25 AM (IST)
bhavnagar-dummy-candidate-case-sit-team-arrests-trainee-psi-and-bpti-clerk-118139

Bhavnagar News: રાજ્યભરમાં હાલ ચર્ચાનો વિષય બનેલું ભાવનગરનું ડમી ઉમેદવારકાંડમાં સઘન તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. એસઆઇટીની ટીમે બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બે શખ્સોમાં એક ટ્રેઇની પીએસઆઇ છે તો બીજો ભાવનગર પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટ(બીપીટીઆઇ)ક્લાર્ક તરીકે નોકરી કરે છે.

પ્રાપ્ત વિગત અનુસાર સોમવારે એસઆઇટીની ટીમ દ્વારા તળાજાના પીપરલા ગામે રહેતો અને ગાંધીનગર સ્થિત કરાઈમાં પીએસઆઇની ટ્રેનિંગ લઇ રહેલા સંજય હરજીભાઈ પંડ્યા અને ભાવનગરની પોલીટેક્નિક ઇન્સ્ટિટયૂટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા અક્ષર રમેશભાઈ બારૈયાની ધરકડ કરી છે. અક્ષરના સ્થાને સંજય પંડ્યાએ 2022માં લેવામા આવેલી બિન સચિવાલયની ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની લેખીત પરીક્ષા ડમી ઉમેદવાર તરીકે આપી હતી.

અક્ષય પોતે બીપીટીઆઇમાં ક્લાર્ક તરીકે નોકરી રહ્યો હોવા છતાં તેણે ડમી ઉમેદવારનો સહારો સરકારી નોકરી મેળવવા માટે કર્યો હતો. હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છેકે, અક્ષરના સ્થાને ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર સંજય પંડ્યાએ અન્ય કેટલાક ઉમેદવારોની પણ ચારથી પાંચ પરીક્ષા આપી છે. જોકે આ સંદર્ભે પોલીસ તરફથી હજી કોઇ સચોટ વિગતો રજૂ કરવામાં આવી નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.