Bhavnagar: શેત્રુંજી પર્વતની પગદંડી પર અચાનક સિંહ આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો, વીડિયો સામે આવ્યો

શેત્રુંજી ડેમ વિસ્તાર આસપાસ સિંહોના ટોળા રહે છે અને આ વિસ્તાર હવે તેમનું સ્થાયી રહેઠાણ બની ગયું છે. એકાએક સિંહ દેખાતા હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 25 Oct 2025 07:58 AM (IST)Updated: Sat, 25 Oct 2025 07:58 AM (IST)
a-stampede-ensues-as-a-lion-suddenly-arrives-on-the-trail-of-shetrunji-dungar-in-palitana

Viral video of a lion: ભાવનગરના પાલીતાણામાં આવેલ શેત્રુંજી ગિરિરાજ પર્વતના રસ્તાઓ પર સિંહનો લટાર મારતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ દૃશ્યમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ડુંગર પર ચડી રહ્યા હતા, ત્યારે અચાનક સિંહ આવી જતા યાત્રાળુંઓનો શ્વાસ થંભી ગયા હતા અને ભાગદોડ મચી જવા પામી હતી. સિંહે કોઈને પણ નુકસાન પહોંચાડ્યું નહોતું અને થોડી વાર લટાર માર્યા બાદ તે ત્યાથી જતો રહ્યો હતો. યાત્રાળુઓએ આ દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતાં. આ દરમિયાન વન વિભાગે સિંહના વાયરલ વીડિયોની સિંહની હાજરીની પુષ્ટિ કરી છે.

અચાનક પગદંડી પર સિંહ આવી ચડ્યો

શેત્રુંજી પર્વતને જૈન ધર્મનું પવિત્ર યાત્રાધામ ગણવામાં આવે છે, જ્યાં રોજના અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી સિંહોના વસવાટ માટે ઓળખાય છે. વન વિભાગે પણ સિંહોની હાજરીની પુષ્ટિ કરી છે. ઇન્ચાર્જ RFO ના જણાવ્યા પ્રમાણે વાઇરલ વીડિયો 24 ઓક્ટોબરની વહેલી સવારના 7 થી 7.30 વચ્ચેનો છે.

વન વિભાગે પેટ્રોલિંગ હાથ ધર્યું

વન વિભાગના ઇન્ચાર્જ આરએફઓએ જણાવ્યું કે, ડોલી વાળાઓ થકી માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ પર 5 થી 6 ટ્રેકરો અને ફોરેસ્ટ ગાર્ડને મોકલવામાં આવ્યા હતા અને યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી યાત્રાળુઓ સુરક્ષિત રહી શકે.

સિંહની લટારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા

અધિકારીએ જણાવ્યું કે, શેત્રુંજી ડેમ વિસ્તાર આસપાસ સિંહોના ટોળા રહે છે અને આ વિસ્તાર હવે તેમનું સ્થાયી રહેઠાણ બની ગયું છે. એકાએક સિંહ દેખાતા હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. યાત્રાળુઓની હિંમત અને સિંહોના શાંત સ્વભાવના અદભૂત દ્રશ્ય કેટલાક લોકોએ કેમેરા કેદ કર્યા હતાં.